મહાપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, શહેર પોલીસ, રૂડાના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૬ કરોડના ખર્ચે ઈડબલ્યુએસ ૧૧૨૦ આવાસોનું લોકાર્પણ, રૂ.૨.૦૮ કરોડના ખર્ચે મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ, રૂ.૨.૬૬ કરોડના ખર્ચે પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ, રૂ.૪૩.૨૪ કરોડના ખર્ચે ગવરીદડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રૂ.૧૨.૧૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૮માં જુદી જુદી ૩ જગ્યાએ ઈએસઆર-જીએસઆરનું ખાતમુહુર્ત, રૂ.૨.૭૧ જુદા જુદા વિસ્તારોમાં બગીચાઓનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.૧.૭૮૧૧ કરોડના ખર્ચે કાલાવડ રોડી ગોંડલ રોડને જોડતા રીંગ રોડ-૨ (ફેઝ-૨) ઉપર પારડી ગામ મુકામે હાઈલેવલ બ્રિજનું ખાતમુહુર્ત, રૂ.૨.૬૦૧૧ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૨૦ + ૨૧ (મુંજકા)માં રીંગ રોડ-૨ થી અવધ રોડને જોડતા ૧૮ મી., ૨૪મી. ના મેટલીંગ રોડનું ખાતમુહુર્ત, રૂ.૫.૨૯૦૮ કરોડના ખર્ચે રાજકોટ કાલાવડ (એસએચ-૨૩) રોડમાં સત્તામંડળ હસ્તકના ૩.૧૨૦ કિ.મી. લંબાઈનું ૬(છ) લેનમાં વિસ્તૃતિકરણ કામનું ખાતમુહુર્ત, રૂ.૨.૧૮૭૮ કરોડના ખર્ચે ખરેડીથી મઘરવાડા અને ગુંદા વિલેજને જોડતા મેટલીંગના રસ્તા પર ડામર કામ કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૮.૯૮૮૨ કરોડના ખર્ચે ગવર્મેન્ટ એન્જી.કોલેજ ખાતે સિવિલ બ્લોકનું ખાતમુહુર્ત, રૂ.૫.૭૮૬૧ કરોડના ખર્ચે સરકારી ઈજનેરી કોલેજ, રાજકોટ ખાતે એનેક્ષી બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત, રૂ.૬.૦૨૩૬ કરોડના ખર્ચે યુનિવર્સિટી રોડ પરની રાજકોટ ડિસેબલ આઈ.ટી.આઈ.(પી.એચ.)ના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા રૂ.૨.૩૩૭૯ રાજકોટ શહેરના કુવાડવા ખાતે (અર્બન) પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ.૨.૧૩૬૩ કરોડના ખર્ચે રાજકોટ શહેર ખાતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેક્શન અર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમાં અંતમાં તેમણે જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર ડો,રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.ડી.સોલંકી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણાએ જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને મેયર બિના જે. આચાર્ય ઉપસ્તિ રહેશે. તેમજ આ કાર્યક્રમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી તેમજ અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્તિ રહેશે.