સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાર્ભો ચાલતી રામકાનું શ્રવણ કરતા મુખ્યમંત્રી રૂપાણી
સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાર્ભો જાણીતા રામાયણી મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકાના શ્રવણનો લાભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધો હતો. અહીં મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં રહેલી આરોગ્યલક્ષી વિવિધ યોજનાનો ખ્યાલ આપ્યો હતો અને કહ્યું કે રાજ્યના ૫૭ લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ આપ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે નાગરિકોના તન અને મન તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર સતત ખેવના કરી રહી છે. જનઆરોગ્યની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. આી, રાજ્ય સરકારે આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે. ગામડાઓમાં પ્રામિક આરોગ્ય કેન્દ્રી માંડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિ:શુલ્ક સારવાર તા દવા આપવામાં આવે છે.
નિ:શુલ્ક સારવાર રાજ્ય સરકાર આવી રીતે કાર્ય કરી શકે છે, પણ સામાજિક સંસઓ આવી રીતે સેવાનું કાર્ય કરે તે ઉત્તમ બાબત છે, તે કહેતા રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર લોકભાગીદારીી પણ સેવાના કાર્યો કરી રહી છે. ત્યારે, સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનમાં નિ:શુલ્ક સારવારી દર્દીનારાયણની સેવા શે. વળી, દીકરીઓના જન્મ વેળાએ એક ચાંદીનો સિક્કો આપી તેને વધાવવામાં આવે છે, એ પ્રેરક વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન આ માટે ઉદ્દીપક છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન યોજનાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનાી ગરીબોને ફાયદો શે અને ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ મળશે. મોરારિબાપુએ કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્વભાવે સાર સરળ છે અને સતત પ્રજા વચ્ચે રહે છે. તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ. તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છે. તેમણે રૂપાણીના વડપણમાં રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે, તે વાતની પ્રશંસા કરી હતી.
આ વેળાએ અગ્રણીઓ વી. વી. વઘાસિયા, કાળુભાઇ વીરાણી, પૂનાભાઇ ગજેરા, સવજીભાઇ ધોળકિયા, જયસુખભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરિયા, હિરેનભાઇ હિરપરા, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના હરેશભાઇ મહેતા, નંદલાલભાઇ માનસેતા, સાહિત્યકાર રતિલાલ બોરિસાગર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત ઉપસ્તિ રહ્યા હતા.