સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડિગ્રી ઈજનેરી કોલેજ તથા ઈન્ડીયન સોસાયટી ફોર ટેકનિકલ એજયુકેશન દ્વારા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કે જેને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે તે વીવીપી ઈજનેરી કોલેજનાં બે નવનિર્મિત ઓડિટોરીયમનું આજે મુખ્યમંત્રીનાં હસ્તે ભવ્યાતિભવ્ય ઉદઘાટન થયું છે. વીવીપીનાં પ્રાંગણમાં ૧૫૦૦થી વધુ બેઠકોની ક્ષમતા ધરાવતા ઝવેરચંદ મેઘાણી કલાભવન ઓડિટોરીયમ વીવીપીની શાન છે. કોલેજનાં સંકુલમાં બે અત્યાધુનિક ટેકનોલોજીયુકત બે ઓડિટોરીયમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ઉદઘાટન થયું છે. આ ઉપરાંત પી.ડી.ચિતલાંગીયા ઓડિટોરીયમ તેમજ સ્વ.આશિષભાઈ પ્રવિણભાઈ મણિયાર નવનિર્મિત ઓડિટોરીયમનું મલ્ટી મીડિયા પ્રોજેકટર, એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમ, પુસ બેક ચેર, સંપૂર્ણ વાતાનૂકૂલીત વ્યવસ્થા ધરાવતા ૧૯૪ બેઠકો તથા ૧૨૦ બેઠકો સાથેનાં બે ઓડિટોરીયમ ૧૯૦૦ તથા ૧૪૫૦ સ્કવેર ફીટમાં પથરાયેલ છે. આ બંને ઓડિટોરીયમ થકી વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યા તથા તકનીકી જ્ઞાન સુલભ બનશે.
Trending
- Poco ભારતીય માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- કાલે ઉત્તરાયણ: આકાશમાં પતંગોનું ઈન્દ્રધનુષ રચાશે
- અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ
- પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
- કાલે આપણો ધાબા ઉત્સવ પણ: આખું વર્ષ દેશ અને વિશ્ર્વના વિવિધ પ્રાંતોમાં ઊડતી રહે છે ‘પતંગ’
- JSW MG MOTORS ભારત મોબિલિટી એક્સ્પો 2025માં દર્શાવશે તેમની પ્રતિભા……
- 28મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -2025: ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો
- Bajaj એ લોન્ચ કરી તેની ન્યુ Bajaj Pulsar RS 200, જાણો ફીચર્સ અને કિંમત…