વિશ્ર્વનાં સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ પૂર્વે યોજાનાર કાર્યક્રમોની વિગતવાર માહિતી વેબસાઈટમાં ઉપ્લબ્ધ થશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આગામી ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને અર્પણ નારી સરદાર સાહેની વિરાટતમ પ્રતિમા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબ નો એકતા અને અખંડિતતા નો સન્દેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા બે તબક્કા માં યોજાનારી એકતા યાત્રા ની વેબ સાઈટ નું આજે લોન્ચિંગ કર્યું હતું.
Ektayatra.com વેબ સાઈટ માં એકતા યાત્રા ના હેતુઓ ઉદેશ્ય અને વિગત વાર કાર્યક્રમો ની માહિતી ઉપલબ્ધ વાની છે.
એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્ન દ્રષ્ટા લોહ પુરુષ સરદાર સાહેબ ના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાન ને જન જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન રાજ્યના ૧૦ હજાર થી વધુ ગામોમાં આ એકતા યાત્રા વિશેષ ર સો યોજાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ઉદ્ઘાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ યોજાશે
સરદાર પટેલ ના સન્દેશ ને હાલના જનજીવનમાં તેની અગત્યતા સો લોકો સુધી પહોંચાડવા..સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતા નો સન્દેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મ થી પર રહી રાષ્ટ્રવાદ કેળવવા ના વિષયો ને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વેબસાઈટ લોન્ચિંગ વેળાએ જી એસ એફ સી ના મેનેજિંગ ડિરેક્ટર અને ગૃહ ના અધિક મુખ્ય સચિવ એ.એમ તિવારી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાન વગેરે ઉપસ્તિ રહ્યા હતા.
આ એકતા યાત્રા દરમ્યાન સરદાર સાહેબ ના જીવન કવન અને યોગદાન વિષયક નિબન્ધ સ્પર્ધા .પ્રશ્નોત્તરી સ્પર્ધા.ચર્ચા સ્પર્ધાઓ યોજાશે.તેમજ વિશેષ ર સો રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.