રાજકોટ બન્યું વૈકુંઠધામ

૩૩ ફુટ ઉંચા ત્રણ ઉતુગ શિખર શોભાયમાન: ભગવાનના મુખ્ય ગર્ભગૃહમાં સાગના લાકડામાંથી બનેલી ભગવાનની ત્રણવેદીઓ જાજરમાન

પ૧ કરોડના ખર્ચે બનેલા ઇસ્કોન મંદીર રાજસ્થાની કલાનો ઉત્કૃષ્ટ નમુનો

પત્રકાર પરિષદ સંબોધતા પૂ. જશોમતિનંદનજીએ જણાવ્યું હતું કે ભગવાનની અહૈતફી કૃપા, શઘ્ધુ વૈષ્ણવની તીવ્ર ઇચ્છા અને અતૂટ વિશ્ર્વાસથી, આ ઘોળ કળીયુગમાં પણ શું નથી થઇ શકતું ? ઇસ્કોન રાજકોટનું નવું મંદીર રાધા નીલમાધવ ધામ (સૌરાષ્ટ્રનું ગૌરવ) એ આ સત્યનું ઉદાહરણ છે. આશરે ૩૬ વર્ષ પહેલા ઇસ્કોન ગુજરાતના પ્રમુખ પુ. જશોમતિનંદન પ્રભુજી એ ઇસ્કોન મંદીર નિર્માણ કાર્ય માટે જમીનની ખરીદી કરી હતી અને તેમને ઇ.સ. ૨૦૦૨ માં આ જમીન પ.પૂ. મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજના હસ્ત કમલમાં સોંપી હતી. તે સમયે આ જગ્યા શહેરથી બહુ દુર હોવાને કારણે ઘણા બધા લોકો આવી શકતા ના હતા. જયારે આ જમીન પર કોઇ જ નિમિત ન હતું ત્યારે મહારાજજી એ એક સાધારણ ભજન કુટિર બનાવીને પ્રચાર કાર્યનો શુભારંભ  કર્યો હતો. ત્યારબાદ દર રવિવારના રોજ એક નાનો સત્સંગ કાર્યક્રમ શરુ કર્યો. મહાવિષ્ણુ ગૌસ્વામી મહારાજજીની શુઘ્ધતાને કારણે રાજકોટ નિવાસી મહેન્દ્રસિંહ જાડેજાએ ભકતોની વસાહત માટે ત્રણ ખંડ અને પાણી  વ્યવસ્થા માટે ચાર બોરની વ્યવસ્થા કરી હતી.

DSC 9375

તેમાનો એક બોટ આજે પણ મંદીરમાં સેવા કાર્ય માટે પાણીની પૂર્તિ કરી આપે છે. ધીરે ધીરે અમે લોકોએ મહારાજજીના માર્ગદર્શન હેઠળ કિશાનપરા ચોક (રેસકોર્ષ રીંગ રોડ) પર હર બુધવારે હરિનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણનું કાર્ય શરુ કર્યુ. આ મહાન કાર્ય શ્રીલ પ્રભુપાદની કૃપાથી આજે પણ કાર્યરત છે. ત્યારબાદ ઇ.સ. ૨૦૦૩ માં મહારાજજી એ ૨૭૦૦ ચો.ફુટ ક્ષેત્રફળનું એક નાનકડું મંદીર નિર્માણ કરી, શ્રી રાધા નિલમાધવ, જગન્નાથ બલદેવ સુભદ્રા, પ્રહલાદ નરસિંહ ભગવાનના વિગ્રહનો વિરાજમાન કર્યા. તેના પરિણામે પ્રચાર કાર્ય શીધ્રતાથી વેગવંતુ થયું. તે જ સમયે નવા ભવ્ય મંદીરનું ભુમિ પુજન ઇસ્કોનના વરિષ્ઠ સન્યાસીઓ દ્વારા કરવામાં આવ્યું. પરંતુ ધનરાશિના અભાવના કારણે ભુમિ પુજન બાદ નવા મંદીરનું નિમાર્ણ કાર્ય શરુ ન થઇ શકયું.

ભગવાન કૃષ્ણની અસીમ કૃપાથી ઇ.સ. ૨૦૦૭ માં મંદીર નિર્માણ કાર્ય શરુ થઇ ગયું. જેમ તેમ કરીને થોડી થોડી ધનરાથી આવવા લાગી તેમ તેમ કાર્ય પ્રગતિ આગળ વધવા લાગી.મહારાજજી પાસે જે કઇ પણ લક્ષ્મી દાન સ્વરુપે આવતી હતી તેને બચત કર્યા વિના નારાયણની સેવામાં મંદિર નિર્માણ કાર્યમાં લગાવી દેતા હતા.DSC 9370

આ મંદીર નિર્માણ કાર્યનું મૂળભૂત માળખાકીય આયોજન, આર્કિટેકટ શ્રી ધર્મેશભાઇ ટાંક તથા સ્ટ્રકચર એન્જીનીયર અશ્ર્વિનભાઇ લોઢીયાએ પ્રારંભ કયુૃ હતું. મંદીરનો મુળ નકશો અને અત્યારે નિમિર્ત મંદીરનો પ્રત્યક્ષ આકારએ બંનેમાં જમીન આકાશનો તફાવત જોવા મળી રહ્યો છે. જેને જોઇને અમારા આર્કિટેકટ અને સ્ટ્રકચર એન્જીનીયરને પણ અચંબો થઇ રહ્યો છે. આનાથી એક તારાં નીકળી શકે છે કે પ.પૂ. મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજની શુઘ્ધ ભકિત અને પ્રબર ઇચ્છાને કારણે જ અસમ્ભ દેખાતું કાર્ય સંભવ બન્યું છે.આ મંદીરનું રાજસ્થાની કલાનો ઉત્કૃષ્ટ નમુનો કહી શકાય છે. ભગવાનના મુખ્ય ગર્ભગૃહમાં સાગના લાકડામાંથી બનેલી ત્રણ વેદીઓ (ભગવાનના સિંહાસન) છે. મંદીરની ફરતે અંદર બહાર કુલ મળી ને ૭ર કોતરણી કરેલી આરસ પથ્થરના ઝરુખા લાગેલા છે. ૩૩ ફુટ ઉંચા ત્રણ ઉત્તુંગ શિખર શોભાયમાન છે. મંદીર પ્રવેશ માટે એક મુખ્ય દ્વાર અને જમણી તથા ડાબી બાજુ અલગ અલગ દ્વાર બનાવવામાં આવ્યા છે. ત્રણેય પ્રદેશ દ્વારની છત ઉત્કૃષ્ટ છે. નકશીકામથી શોભાયમાન તાઇ રહી છે. સંપૂર્ણ મંદીરની દરેક દિવાલ પાર આરસ પથ્થર જડીત કરવામાં આવેલ છે. મંદીરના નીચેના ખાંડ તથા પ્રસાદગૃહનું તળીયું રાજનગર અને અંબાજી (રાજસ્થાન) ના આરસ પથ્થરથી શુશોભિત છે. તેમજ મુખ્ય મંદીર ખંડના તળિયા માટે મકરાણા આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગમન વેળાંએ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નાના મોટા એવા ત્રણ કોતરણી કરેલા ફુવારા મંદીરની શોભાવૃઘ્ધિ કરી રહ્યા છે.

આ ઇસ્કોન મથક ભવિષ્યમાં પર્યટનનું મુખ્ય સ્થળ બની જશે. આ સાંસ્કૃતિક અને ઔઘોગિક કેન્દ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે અદભુત વરદાન  સાબિત થશે.  આ સ્થળ સમસ્ત માનવજાતિ માટે ભૌતિક તથા આઘ્યાત્મિક પ્રગતિ કરવા માટે સર્વોત્કૃષ્ટ સાંસ્કૃતિક મથક પણ બનશે.

રાજકોટ મંદીર નિર્માણ કાર્ય શરુ થતા પહેલા પૂજય મહારાજે દ્વારકા ધામમા સંપૂર્ણ પથ્થરના મંદીરનું નિર્માણ આશરે ઇ.સ. ૧૯૯૬ માં કરેલ જયારે મહારાજે દ્વારકા ધામમાં શ્રીમદ્દ ભાગવતનું પ્રચારકાર્ય શરુ કયુૃ ત્યારે તેમની આવાસની કે ભોજનની કોઇપણ જાતની વ્યવસ્થા  ન હતી. આ ઉપરાંત ઘણી જ વિકટ સમસ્યાઓ હોવા છતાં મહારાજજી ભગવાન દ્વારકાધીશ ઉપર અકળ શ્રઘ્ધા રાખી. આ મહાન કાર્યની શરુઆત કરી હતી. ભગવાન દ્વારકાધીશની અસીમ અહૈતુકી કૃપા અને મહારાજની અનન્ય ભકિતને કારણે દ્વારકાધીશ મંદીરની માત્ર ત્રણ મિનીટના અંતર પર ઇસ્કોન સંસ્થાને ભારતીયા ભવન નામની ધર્મશાઇ તેમના મલીક શ્રી પ્રત્યુશ ભારતીયાજી એ દાનમાં આપી હતી. આ જગ્યા મેળવવા માટે પણ ઇસ્કોન ગુજરાત પ્રમુખ જયોમતિનંદન પ્રભુનું અમૂલ્ય યોગદાન છે. એમને પૂર્ણ વિશ્ર્વાસ છે કે પ.પૂ. મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ શ્રીલ પ્રભુપાદજીના એક નીષ્ઠાવાન અનુયાયી (એટલે કે  શુઘ્ધ-પ્રમાણિક)  છે તે જાણતા હતા કે મહારાજજી પોતાની વયોવૃઘ્ધ અવસ્થા હોવા છતાં પણ ભકિતબળથી આસાધારણ-દિવ્ય કાર્ય કરવા માટે સઁપૂર્ણ રીતે સમર્થ છે.

મૂળભુત રીતે મહરાજજીને અટલ વિશ્ર્વાસ છે કે, મંદિર ધન દોલતથી નહિ પરઁતુ શ્રીમદ્દ ભાગવતના સિઘ્ધાંતોનું પાલન કરવાથી તથા ભગવાનની પ્રીતિયમ સેવા કરવાથી પ્રગટ થયા છે જે આપણે આ ઉદાહારણ થી પ્રત્યક્ષ રીતે નિહાળી શકીએ છીએ. ભગવાનના એક શુઘ્ધભકત સામાન્ય જનસમાજ માટે શું નથી કરી શકતા? અને આવા સમર્પિત ભકતોની ઇચ્છા પુરી કરવા માટે સર્વ શકિતમાન પ્રભુ શું નથી કરતા? તો ચાલો, આવા દિવ્ય, ભવ્ય અને સંપૂર્ણ ભકિતના બળ પર બનેલ એવા રાજકોટ મંદીર ઉદધાટન મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.  દર્શન સમય બપોરે ૩ થી રાત્રીના ૧૦ સુધીનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.