ઈઝરાયલ, અમેરિકા, કેનેડા, બ્રાઝીલ, જાપાન, રશિયા અને ફ્રાન્સ સહિતના દેશોમાંથી ડેલીગેટ્સ હાજર રહેશે
સૌરાષ્ટ્રના ઉદ્યોગો તેમજ ખેતીના વિકાસ માટે આગામી તા.૨૦ એપ્રીલી ૨૩ એપ્રીલ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે શે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ, મંત્રી રાધામોહનસિંઘ તેમજ મંત્રી સુરેશ પ્રભુ પણ હાજરી આપશે.
આ સમીટની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાતે આવેલા સોમાના પ્રમુખ સમીર શાહ, ઓપટોગોન કોમ્યુનિકેશનના સંદીપ પટેલ, રાઈઝીંગ વેન્ચરના વિશાલ આચાર્ય અને સોમાના સીઈઓ અજય જાનીએ કહ્યું હતું કે, વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એગ્રો સમીટમાં ઈઝરાયલ, અમેરિકા, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશીયા, રશીયા, ઓસ્ટ્રેલીયા અને ફ્રાન્સ સહિતના દેશોના ડેલીગેટ્સ હાજરી આપશે અને જે તે દેશના ઉત્પાદનો તા ત્યાંની કંપનીઓની માંગ અંગે વેપારીઓ-ખેડૂતોને માહિતગાર કરશે. કાર્યક્રમનું આયોજન ઓકટાગોન કોમ્યુનિકેશન તેમજ સોમા દ્વારા કરવામાં આવ્યું છે.
જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર-સોમના સહિતના જિલ્લાઓમાંથી એગ્રો સમીટની ૧૦ થી ૧૫ હજાર ખેડૂતો મુલાકાત લેશે તેવી આશા આગેવાનોએ વ્યકત કરી હતી. સમીટ દરમિયાન ઉદ્યોગો-ઉત્પાદનોના કેસ્ટસ્ટડીઝ બતાવાશે.
વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટનો મુખ્ય ધ્યેય સૌરાષ્ટ્રને લગતા ઉદ્યોગોનો તેમજ ખેતીના વિકાસનો રહેશે. સમીટ દરમિયાન બી ટુ બી મીટીંગ ગોઠવાશે.