રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માનવીને આરોગ્ય સેવા પુરી પડવાના હેતુથી જરુરતમંદ શહેરીજનો માટે તાજેતરમાં શાળા નં.૧પ માં મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૯૦ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતો.
આ કેમ્પનું ઉદધાટન અરવિંદભાઇ રૈયાણીના હસ્તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમની અઘ્યક્ષતા બીનાબેન આચાર્ય હાજર રહ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ મીરાણી, અશ્ર્વિનભાઇ મોલીયા, ઉદયભાઇ કાનગડ, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, અનિલભાઇ રાઠોડ સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.