ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ: રાજકોટથી ખોડલધામ મંદિર સુધી ૬૦ કિમીની પદયાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા
પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કાગવડ ખાતે ઓલ ઇન્ડિયા કન્વીનરો અને હોદેદારોનું સ્નેહમિલન યોજાયું
ખોડલધામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા અને વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના માયાણીનગર સ્થિત સરદાર સદનથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ પદયાત્રાની શરુઆત કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ દ્વારા માતાજીના રથની આરતી ઉતારી પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજકોટથી શરૂ થયેલી પદયાત્રા કાગવડ ખોડલધામ સુધીની ૬૦ કિલોમીટરની આ યાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. આ સાથે ૫૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી હતી.
આજે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કાગવડ ખાતે ઓલ ઈન્ડિયા કન્વીનરો અને હોદેદારોની સ્નેહમિલન યોજાનાર છે. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૨:૩૦ કલાકે હાજરી આપી અને માર્ં ખોડલને શીશ ઝુકાવ્યું હતું. ગઈકાલે પદયાત્રાની શરૂઆત સવારે ખોડલ માતાજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી.
રાજકોટથી શરુ થયેલી આ પદયાત્રા શાપર, ગોંડલ અને વિરપુર થઈ કાગવડ પહોંચી ગઈ છે. કાગવડ ખોડલધામ ખાતે માતાજીના સાંનિઘ્યમાં આજે મહાયજ્ઞ થશે, વિશાળ હાજરીમાં મહાઆરતી અને ઘ્વજારોહણ તેમજ ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક પણ યોજાઈ હતી. બપોરે ૧૨:૩૦ વાગ્યા આસપાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આગમન થયું હતું.વિજયભાઈ રૂપાણી પણ ખોડલધામ હાજરી આપી માં ખોડલને શીશ ઝુકાવ્યું હતું.
ગઈકાલે સવારે રાજકોટના સરદાર પટેલ ભવનથી પદયાત્રા શરુ થઈ ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ ચોકડી થઈ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચી હતી જયાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે ૭:૦૦ વાગ્યે પદયાત્રા ગોંડલ આવી પહોંચી હતી. ગોંડલના ગુંદાળા ચોકડી ખાતે આવેલ જય સરદાર પટેલ સ્કુલ ખાતે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.
પદયાત્રીઓએ આશરે ૫ કલાક જેવું ટુંકું રોકાણ કરી રાત્રીના ૧૧ વાગ્યે ફરી પદયાત્રા શરુ કરી હતી જેમાં ગોંડલથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રિકો જોડાયા હતા. ગુંદાળા ચોકડી ખાતે ઓવરબ્રીજ નીચે વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સવારે ૪ વાગ્યા આસપાસ પદયાત્રા વિરપુર પહોંચી હતી જયાં પદયાત્રિઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ વિરપુરથી યાત્રા કાગવડ ખાતે સવારે ૬:૦૦ વાગ્યે પહોંચ્યા બાદ ખોડલધામ મંદિર ખાતે જય ર્માં ખોડલના નાદ સાથે પદયાત્રીઓએ વિરામ લીધો હતો. પદયાત્રાના રૂટ પર ફુડ, મેડિકલ અને ઈમરજન્સી સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આજે ખોડલધામના બે વર્ષની પૂર્ણતાએ પાટીદાર સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે. આજે મહાયજ્ઞ, મહાઆરતી અને ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને બપોરે ૧૨:૩૦ કલાકે મુખ્યમંત્રી માતાજીને મસ્તક ઝુકાવ્યું હતું.
પદયાત્રામાં અન્ય સમાજના લોકો પણ જોડાયા: નરેશ પટેલઆ તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતુ કે ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ થવા નિમિતે ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે ખૂબજ ખુશીની લાગણી અનુભવું છું. આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા છે. આ ઉપરાંત ફકત લેઉવા પટેલ સમાજ જ નહિ પણ અન્ય સમાજના લોકોએ પણ સ્વયંભૂ પદયાત્રામાં જોડાયા છે. જેથી હું ગર્વની લાગણી અનુભવું છું આ તકે મહાયજ્ઞ તેમજ ધ્વજારોહણનું પણ આયોજન કરાયું છે. તેમજ આ કાર્યમાં સહયોગ આપનાર માતા ખોડલ અને મારા તમામ સાથીદારોનો હું આભાર માનું છું.