લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભમાં સંગઠનને વધુ મજબૂત કરવા રાજકોટ જિલ્લા ભાજપમાં બેઠકોનો દોર:પ્રશાંત કોરાટ
મુખ્યમંત્રીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ આયોજન સંદર્ભે ઇન્ચાર્જ પ્રશાંતભાઈ કોરાટની વિશેષ જવાબદારી સોંપાઈ
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો અને તારીખ 22 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ આયોજનના ઇન્ચાર્જ પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાભાઈ ચાવડા, મનીષભાઈ ચાગેલા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા, નીતિનભાઈ ઢાકેચા, ખોડાભાઈ ખસીયા, તળશીભાઈ તાલપરા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જીલ્લા મંત્રી ઓ બિંદીયાબેન મકવાણા, રમાબેન મકવાણા, ભાનુબેન ઠુંમર, હરસુખભાઈ ટોપિયા, જીલ્લા કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ તથા જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રી ઓ, જીલ્લા સેલના ક્ધવીનર, સહ-ક્ધવીનર ઓ, મંડલના પ્રભારીઓ, મંડલના પ્રમુખ ઓ સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મનસુખભાઇ ખાચરિયાએ પ્રશાંતભાઈ કોરાટને ખેશ પહેરાવીને પ્રથમ સ્વાગત કર્યું હતું.આ બેઠકનું સંચાલન રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીએ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે કાર્યકરોનો સંવાદનો કાર્યક્રમ તા.22 એપ્રિલના રોજ સવારે 10.00 થી બપોરના 1.00 કલાક સુધી અટલબિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ,રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના પ્રવાસે પ્રથમવાર આવી રહ્યા હોય ત્યારે કાર્યકર સાથે આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સરકાર અને પક્ષના સંગઠનને વધુ મજબૂત અને સુગ્રથિત કરવા તેમજ પક્ષના કાર્યકરોના પ્રશ્નો, રાજકોટ જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા વિચારણા અને સંવાદ કરવાના હોય ત્યારે પાર્ટીના તમામ કાર્યકરોમાં મુખ્યમંત્રી ને સત્કારવા એક અનોખો જ ઉત્સાહનો માહોલ બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો અને અભિયાન અંતર્ગત બુથ સશક્તિકરણ. સરલ એપ, નમો એપ, facebook, instagram, twitter જેવી સોશિયલ એપ ડાઉનલોડ કરવી અને આગામી 30 એપ્રિલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 100મી મન કી બાત કાર્યક્રમ છે જેને આયોજનના ભાગરૂપેની વિસ્તૃત માહિતી આપી હતી.
રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમવાર આવી રહ્યા હોય હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજકોટના મુખ્ય વિસ્તારો અને ચોકમાં હોલ્ડિંગ બોર્ડ બેનરો કમાનો આતશબાજી ઢોલ નગારા દેશભક્તિના ગીતોથી વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવવામાં આવશે. આ તકે સ્ટેજનો ભવ્ય શણગાર કરવામાં આવશે. આ બેઠકના સંચાલન રાજકોટ જિલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીએ કર્યું હતું તેમજ આભાર વિધિ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મનીષભાઈ ચાંગેલા કર્યું હતું.