અમરેલીમાં સહકારથી સમૃધ્ધી સંમેલનને સંબોધશે: જામકંડોરણામાં રાજકોટ જિલ્લા બેંક સહિતની સહકારી સંસ્થાની સાધારણ સભામાં હાજરી આપશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.સી.એમ. કાલે અમરેલીમાં અને સોમવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવી રહ્યા છે.
આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે 10.45 કલાકે અમરેલીમાં અમરડેરીના મેદાનમાં યોજાનારા સહકારથી સમૃધ્ધી સંમેલનમાં હાજરી આપશે. જિલ્લાની અલગ અલગ સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સહકારી આગેવાનોને માર્ગદર્શન પણ આપશે. આ તકે સી.એમ.ા હસ્તે અમરેલીમાં નિર્માણ પામનારી ઈટીઆઈની લેબોરેટરીનું શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત ગીર ગાય સંવર્ધન પ્રોજેકટનું ભૂમિપૂજન કરવામાં આવશે. ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે ખેડુત તાલીમ કેન્દ્રનું પણ શિલારોપણ કરાશે.
દરમિયાન આગામી સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવી રહ્યા છે. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને મળનારી રાજકોટ જિલ્લા બેંક ઉપરાંત જિલ્લાની છ અગ્રગણ્ય સાત સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં સીએમ સમારંભ અધ્યક્ષ તરીકે હાજરી આપશે. આ તકે રાજય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, જગદીશ વિશ્ર્વકર્મા, ઉપરાંત સાંસદ, ધારાસભ્યો અને સરકારી અગ્રણીઓ હાજરી આપશે.
રાજકોટ જિલ્લાની મૂલાકાત દરમિયાન સોમવારે રાજકોટ શહેરની ઉડતી મૂલાકાતે આવે તેવી શકયતા પણ જણાય રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ ઉપસ્થિતિમાં સોમવારે જામકંડોરણા ખાતે શ્રી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક લી., શ્રી રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લી., શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ, શ્રી રાજકોટ જિલ્લા કો.ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી., શ્રી રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશ એન્ડ મુદ્રા લી. અને શ્રી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના કર્મચારીઓની મંડળીની સાધારણ સભા યોજાશે. જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, સામાજીક ન્યાય મંત્રી ભાનુબેન બાબરિયા અને સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિનોદભાઇ ચાવડા, મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, રમેશભાઇ ધડુક, કેશરીદેવસિંહ ઝાલા ઉપરાંત મગનભાઇ વડાવીયા, ભરતભાઇ બોઘરા, પ્રવિણાબેન રંગાણી, હંસાબેન પારઘી, ધારાસભ્ય ગીતાબા જાડેજા, મહેન્દ્ર પાડલીયા, કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરિયા અને જીતુભાઇ સોમાણી ઉપરાંત ધવલભાઇ દવે, અલ્પેશભાઇ ઢોલરીયા, રણછોડભાઇ દલવાડી, ઘનશ્યામભાઇ ખાટરીયા, ભૂપતભાઇ બોદર, ગોવિંદભાઇ રાણપરિયા, હંસાબેન વડાવીયા, બી.કે.સિંઘલ, દિલીપભાઇ સંઘાણી, ડો.ચંદ્રસિંહ યાદવ, અજય પટેલ અને બીપીન પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.