લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહોત્સવનું ઉદધાટન કર્યુ હતું. માઇક્રો પ્લાનીંગ અને અધભૂત વ્યવસ્થા નિહાળીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખુબજ પ્રભાવિત થયા હતા. વિશ્ર્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞમાં માત્ર પાટીદાર જ નહિ દરેક સમાજના લોકોને લાભ આપીને સામાજીક સમરસતા દર્શાવી છે. ગુજરાતની ધરતી પર મા ઉમિયાનો ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવથી ગુજરાતની સાડા છ કરોડની જનતા ખૂબ જ હર્ષ અનુભવે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હર્ષોલ્લાસ છવાયો છે. અને સામાજીક એકતા વધારે દઢ બની છે. ભકિત સાથે શકિતમાં વધારો થાય તેવું આયોજન કરાયું છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ધાર્મિક ઉત્સવ સાથે કેન્સરનો કેમ્પ, બેટી બચાઓ બેટી પઢાઓનો સંદેશ, સૌનો સાથ સૌનો વિકાસનો સંદેશ મહત્વપૂર્ણ છે. ગુજરાતના વિકાસમાં કડવા પાટીદારોનો મહત્વનો ફાળો છે. દેશભરમાં ગાંધી બાપુના ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત ગાંધી વિચાર ગુજરાતના યુવાનો માટે મહત્વનો બની રહેશે.
લક્ષચંડી મહાયજ્ઞમાં ખેડુતો માટે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેના કારણે ખેડુતો વધારે પ્રગતિશીલ બનશે. ગુજરાતના પાટીદારો ઇમાનદાર, ઉઘ્યમશીલ છે જેવો એકતા અખંડીત રાખવા મહત્વપૂર્ણ સામાજીક સમરસતાનું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.
મહાયજ્ઞ માટે સરકાર પણ સારા રોડ-રસ્તા, પાણીની વ્યવસ્થા કરી: વાસુદેવ પટેલ
વાસુદેવ પટેલ (વાઇસ ચેરમેન) એ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યુઁ હતું કે ૮૦૦ વિઘામાં આ યજ્ઞની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત થયું. તેમજ નીતીન પટેલના હસ્તે ઉધાદટન કરાયું. આજે સાત મીનીસ્ટરો આવ્યા છે. આ યજ્ઞનો ભાવાર્થ એ છે કે ભકિતભાવ વધે, સંગઠન વધે તેમજ દર દશ વર્ષે આવા કાર્યક્રમો કરીએ જેથી કરીને કોઇ વિકાસના કામ હોય જેવા કે શિક્ષણમાં વિકાસના કામો થાય, સમાજનો વિકાસ થાય અને જે કંઇ ફંડ એકઠું થાય તેનાથી પણ વિકાસના કામો થશે. અંબાજીમાં નાનુ ગેસ્ટ હાઉસ હતુ તેના બદલે ત્યાં ૭ કરોડના ખર્ચે મોટું ગેસ્ટ હાઉસ બનાવીએ છીએ. અમારી પાસે એક હજાર કરોડથી પણ મોટી જમીન અમદાવાદમાં છે ત્યાં પણ બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ છે. ત્યાં પણ ૧૦૦ કરોડના બીજા વિકાસના કામો કરવાનું આયોજન છે. અને તે બધા આયોજનો આ યજ્ઞ દ્વારા પુરા થાય તેવી અમે મહેનત કરી રહ્યા છીએ. પાંચ દિવસના આ યજ્ઞમાં ઓછામાં ઓછા ૬૦ લાખ લોકો દર્શન માટે આવશે. ર૦ થી રપ લાખ લોકો ભોજન પણ કરશે સરકારે પણ આ યજ્ઞ માટે સારા રોડ રસ્તાની તેમજ પાણીની વ્યવસ્થા કરી છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં વધુ આઠ રેકોર્ડ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન માટે પપ૦ એકર જમીન ફાળવવામાં આવી છે. ભારતમાં કોઇપણ કાર્યક્રમ માટે એક જ સ્થળ પર સૌથી વધુ પપ૦ એકર જમીન ફાળવીને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ કરવાનો રેકોર્ડ બેસ્ટ ઓફ ઇન્ડીયા રેકોડર્સમાં નોંધાયો છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ઉદધાટન બાદ લાખો શ્રઘ્ધાળુઓ પૈકીના બે લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ શુઘ્ધિ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ લઇને બેસ્ટ ઓફ ઇન્ડીયા રેકોડર્સમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ ઉપરાંત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે પ લાખ ૪૬ હજાર ર૧ હજાર લીટર ચા વહેચવાનો પણ બેસ્ટ ઓફ ઇન્ડીયામાં રેકોર્ડ નોંધાવ્યો છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા માનું તેડું ને આયોજન બઘ્ધ રીતે ઠેર ઠેર વધામણા કરીને પાટીદાર સમાજને સમર્પિત કાર્યકરોએ ઘેર ઘેર સુધી પહોચાડી હતી. માનું તેડું ૧૦ લાખ આમંત્રણ પત્રિકા જાતે જ વહેચવાનો રેકોર્ડ બેસ્ટ ઓફ ઇન્ડીયા રેકોડર્સ નોંધાવ્યો છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બનવા અને મા કુળદેવી ઉમિયા ના દર્શન કરવા પધારેલા શ્રઘ્ધાળુઓ પૈકી ર૦ હજાર શ્રઘ્ધાળુને એક જ સ્થળે ઉતારો આપવાનો રેકોર્ડ બેસ્ટ ઓફ ઇન્ડીયા રેકોડર્સમાં નોંધાવ્યો છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની પપ૦ એકર જમીન પૈકીની ૩પ૦ એકર જમીન પર એક જ સ્થળે લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ પણ બેસ્ટ ઓફ ઇન્ડીયા રેકોરર્સમાં નોંધાવ્યો છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન હજુ પણ વધુ રેકોર્ડ બ્રેક નોંધાશે.
માત્ર પાટીદારો નહિ દરેક સમાજના શ્રઘ્ધાળુઓ મહાયજ્ઞનો લાભ લેશે: બાબુભાઇ પટેલ
આજનું આ આયોજન અદભુત આયોજન છે મને આજે ખુબ જ આનંદ થાય છે આ યજ્ઞનો માત્ર પાટીદાર જ નહિ પરંતુ બધી જ્ઞાતિ, બધા સમાજો આ યજ્ઞનો લાભ લેશે આ લક્ષચંડી મહાયજ્ઞ ન ભુતો ન ભવિસ્યતી ના કયારેય આવા યજ્ઞનું આયોજન થયું છે કે ના કયારેય થાશે. આજે પણ ૧૦ લાખ જેટલા લોકો આવ્યા છે. ત્યારે શનિવારે અને રવિવારે તો અહિયા ઉભા રહેવાની પણ જગ્યા નહી હોય તેટલા લોકો આવશે. જગત જનની માં ઉમિયાના સ્થાનમાં આ ૮૦૦ વિધા જમીનમાં જે આયોજન થયું છે. તે અદભુત છે અને સરકારનો પણ હું આભાર માનું છું કે સરકારે પણ ૮૦ કરોડથી વધુનો ખર્ચો કરીને આ યજ્ઞને સફળ બનાવ્યો છે એક બે પુલના કામો પણ સરકારે તાત્કાલીક પુર્ણ કરીયા છે.
અનેક સમસ્યાઓના સમાધાન માટે યજ્ઞનું આયોજન: કૌશિક પટેલ
માં ઉમિયાના ધામ ખાતે લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ સંગઠનની તાકાત, સામાજીક સમરરસ્તા લોકોના સ્વસ્થ્વયની ચિંતા, લોકોના શિક્ષણની ચિંતા દેશની અંદર પર્યાવરણનું વાતાવરણ જે બગડી રહ્યું છે. તેથી ચિંતા જેવા અનેક આયોજનમાં સમાધાન માટે આ યજ્ઞનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે દેશનો વિકાસ થઇ રહ્યો છે. તે રીતે કડવા પાટીદારો પણ આ યજ્ઞ થશી માં ઉમીયાની આરાધના કરશે. ૧૦૦ જેટલા દેશોમાંથી માઇ ભકતો દર્શન માટે આવશે. આજે સમગ્ર ગુજરાતમાંથી આગેવાનો આવ્યા છે તેમનો હું સમાજ તરફથી આભાર માનું છું.
માઁં ઉમાના આશીર્વાદ દેશના બધા લોકોને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના : વિભાવરીબેન દવે
ઉંઝા સમગ્ર વિશ્ર્વના પાટીદારોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. વિશ્ર્વભરના પાટીદારોને જોડવા માટેનું કામ આ સંસ્થાના માધ્યમથી ઉભુ થયું છે. તમામ તેમજ સંસ્થાનનાં માધ્યમથી સમાજના લોકોને દોરવણી આપવાનું કામ થયું છે. કેશુભાઈ શેઠના અથાગ પરિશ્રમથી તેમજ દેશના દાતાઓનાં સહયોગથી એક આગવુ આયોજન કરવામાં ઉંઝા સંસ્થા સફળ રહી છે.જેનો આજે આપણને ગર્વ થાય છે. ઘણા સમય પહેલા લક્ષચંડી યજ્ઞનુંઆયોજન થયું હતુ. વિજ્ઞાનની તમામ પાંખોને પ્રદર્શીત કરવાનું આયોજન કરાયું છે. ૬ થી વધુ યુનિ. સાથે પાર્ટનરશીપ કરી અને તેના માધ્યમથી વર્કશોપ અહીયા યોજાઈ છે.સેમીનારો યોજાઈ છે. બાળકો માટે પણ બાલનગરીનું આયોજન અહીયા કરાયું છે. આ વખતના આયોજનમાં જે ચિતાર આવ્યો છે તે બદલ હું નવી આયોજક ટીમને અભિનંદન પાઠવું છું ગૂજરાતની જનતાને અપીલ ક છું કે તેઓ બધા સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવે રાજયમાં ભાઈચારો પ્રેમ અને સહભાવનાને આપણે વિકસાવીએ.
૨૦૦૯માં પણ સાઇકલ યાત્રા કરનાર ભાણજીભાઇ સંતોકી
અમે ૧પ તારીખે રાજકોટથી ઉંઝા આવવા માટે નિકળ્યા હતા ૧૧૮ સાઇકલ યાત્રીઓ તેમજ તેમની સાથે ર્કિતન મંડળીની સાથે અમે આવ્યા છીએ હું ૨૦૦૯ માં પણ આ રીતે સાઇકલ યાત્રા કરીને આવ્યો હતો.
વિશ્ર્વભરના પાટીદારોને જોડવાનું કામ સંસ્થાના માધ્યમથી થયું: પુરૂષોતમ રૂપાલાઉંઝા
સમગ્ર વિશ્ર્વના પાટીદારોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. વિશ્ર્વભરના પાટીદારોને જોડવા માટેનું કામ આ સંસ્થાના માધ્યમથી ઉભુ થયું છે. તમામ તેમજ સંસ્થાનનાં માધ્યમથી સમાજના લોકોને દોરવણી આપવાનું કામ થયું છે. કેશુભાઈ શેઠના અથાગ પરિશ્રમથી તેમજ દેશના દાતાઓનાં સહયોગથી એક આગવુ આયોજન કરવામાં ઉંઝા સંસ્થા સફળ રહી છે.જેનો આજે આપણને ગર્વ થાય છે. ઘણા સમય પહેલા લક્ષચંડી યજ્ઞનુંઆયોજન થયું હતુ. વિજ્ઞાનની તમામ પાંખોને પ્રદર્શીત કરવાનું આયોજન કરાયું છે. ૬ થી વધુ યુનિ. સાથે પાર્ટનરશીપ કરી અને તેના માધ્યમથી વર્કશોપ અહીયા યોજાઈ છે.સેમીનારો યોજાઈ છે. બાળકો માટે પણ બાલનગરીનું આયોજન અહીયા કરાયું છે. આ વખતના આયોજનમાં જે ચિતાર આવ્યો છે તે બદલ હું નવી આયોજક ટીમને અભિનંદન પાઠવું છું ગૂજરાતની જનતાને અપીલ ક છું કે તેઓ બધા સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવે રાજયમાં ભાઈચારો પ્રેમ અને સહભાવનાને આપણે વિકસાવીએ.
આયોજન જોઇ એવું લાગે છે કે આ બીજો કુંભ મેળો છે : ઘનશ્યામભાઇ પાટીદાર
ઘનશ્યામભાઇ પાટીદાર (ઉમિયા માતાનું સંસ્થાન ઇન્દોર) એ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઇન્દોરથી આવ્યા છીએ. અને અમારી સાથે દસ હજાર જેટલા લોકો આવ્યા છે. આ યજ્ઞના દર્શનનો લાભ લેવા આવ્યા છીએ. આ આયોજન જોઇને એવું લાગે છે કે આ બીજો કુંભ મેળો છે. આ યજ્ઞથી વિશ્ર્વશાંતિ માટે આગળ વધવાનું કામ થઇ રહ્યું છે. આ આયોજનથી એવું લાગે છે કે ના તો કોઇ દિવસ આવડુ મોટું આયોજન થયું હતું કે ના તો કોઇ દિવસ આવડુ મોટુ આયોજન થશે. બસ માતાજીને એટલી જ પ્રાર્થના કે આ આયોજન સારી રીતે પુરુ થાય અને બધા ભકતો પોતાની આહુતિ આપે અને આ આયોજનને સફળ બનાવે.આગેવાનોની ઉપસ્થિતી:વિશ્ર્વ ઉમીયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ તેમજ ઉપપ્રમુખ દિપક પટેલ, મનીષ ભાઈ ચાંગેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
યજ્ઞના પ્રચાર અર્થે બાઇક રેલી યોજી: મનીષ ચાંગેલા
રાજકોટથી ઉમિયા માતાના આ યજ્ઞનાં પ્રચાર માટે અમે બાઇક રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં મા ઉમિયાના રથ સાથે અમે બાઇક રેલી યોજી હતી. આ સાઇકલ યાત્રીકો ત્યારે પણ સાથે હતી. અને આ સાઇકલ યાત્રીકો ૧પ તારીખથી રાજકોટથી નીકળ્યા હતા
તેમને રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટથી સમાજના આગેવાનોએ વિદાય આપી હતી અને ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી આ યાત્રીકોએ પોતાની યાત્રા કરીને આજે માં ઉમિયાના ધામમાં પહોચ્યા છે.