જાપાન અને સિંગાપોરના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ટોચની જાપાનીઝ કંપનીઓના અધિકારીઓને મળ્યા હતા. મુખ્યમંત્રીએ જાપાનીઝ કંપનીઓના ટોચના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર્સ અને રિન્યુએબલ એનર્જીનું હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે અને તેમને આ ક્ષેત્રોમાં રોકાણની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.
ટેપકો, ઓત્સુકા ઇન્ટરનેશનલ, મારુબેની કોર્પોરેશન, મિત્સુઇ ઓએસકે લાઇન્સ, ડિસ્કો કોર્પોરેશન, એર વોટર ઇન્ક, ફાનુક ગ્લોબલ સહિતની કંપનીઓને ગુજરાતમાં આવવા આમંત્રણ
એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને દવાઓ, ઔદ્યોગિક ઓટોમેશન અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતી કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી આવૃત્તિમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં યોજાશે.
મુખ્યમંત્રીએ ટેપકો રિન્યુએબલ પાવરના પ્રમુખ માસાશી નાગાસાવા, ટેપકો એમડી હિરોયુકી નિશિયામા અને માસાકી હોન્ડા સાથે વન-ટુ-વન બેઠકો કરી. સીએમએ ઓત્સુકા ઇન્ટરનેશનલ, મારુબેની કોર્પોરેશન, મિત્સુઇ ઓએસકે લાઇન્સ, ડિસ્કો કોર્પોરેશન, એર વોટર ઇન્ક, ફાનુક ગ્લોબલ અને અન્ય કંપનીઓના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ કરી હતી, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
આ કંપનીઓ રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ઔદ્યોગિક ઓટોમેશન, ફાર્માસ્યુટિકલ્સ, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, શિપિંગ, ઔદ્યોગિક ગેસ સપ્લાય અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલી છે, એમ નિવેદનમાં જણાવાયું છે.મુખ્ય સચિવ રાજ કુમાર અને વહીવટીતંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ વન-ટુ-વન મીટિંગમાં ભાગ લીધો હતો, નિવેદનમાં ઉમેર્યું હતું.