- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત 44 રિચાર્જ બોરવેલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ
- ગ્રીન કવર ઘટવાના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરતા નથી: સીએમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) દ્વારા રાજ્યમાં નિર્મિત 44 રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું.
વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીની પ્રેરણાથી વીવાયઓએ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યનાં 75 ગામોમાં રિચાર્જ બોરવેલનું આયોજન કર્યું હતું.થઆ અગાઉ 31 રીચાર્જ બોરવેલના સફળતાપૂર્વક લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે વધુ 44 રિચાર્જ બોરવેલના લોકાર્પણ કર્યા હતા.
આ અવસરે વ્રજેશકુમારજીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી પ્રદીપભાઈ ધામેચા ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, રીટાબેન પટેલ, કેયુરભાઈ રોકડીયા ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી જેવા મહત્વપૂર્ણ વિષય સહિત જીવ માત્રની સેવાના ઉદ્દેશ્યથી થતા સમાજ સેવા કાર્યોમાં સરકારના સહયોગની નેમ વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે, પાણી એ વિકાસની પહેલી શરત છે અને ગ્રીન કવર ઘટી જતાં પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી. આના પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે અને પાણીની સમસ્યા સર્જાઇ છે તેને નિવારવા બોરવેલ રિચાર્જ જરૂરી બન્યા છે. ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાની જાળવણી અને રખરખાવ તથા જળ સંચય, જળ સંરક્ષણ જેવા અભિયાન તેમના માર્ગદર્શનમાં સફળ થયા છે. આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપેલો કોલ ગુજરાતે સુપેરે ઝીલી લીધો છે. એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પાણી એ કુદરતની અનમોલ ભેટ છે. તેનું સંવર્ધન કરવું તથા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક છે. તેમણે ગુજરાતમાં જળ સંચય-જળ સંરક્ષણ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.કેન્દ્ર સરકારની અટલ ભૂજળ યોજના અન્વયે આ વર્ષે રાજ્યના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં રિચાર્જ ટ્યુબવેલ માટેના 98 કરોડ રૂપિયાના કામોનું આયોજન છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીએ આ અભિયાન ગામડાઓમાં ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવીને ખેતી તથા પીવાના પાણી માટે આશીર્વાદ રૂપ બનશે તેવા વિશ્ર્વાસ સાથે આર્શીવચન પાઠવ્યા હતા.ગુજરાતના જામનર જિલ્લાના 10, રાજકોટના 11, ગાંધીનગર જિલ્લાના 18, અમરેલી જીલ્લાના 19, જુનાગઢ જીલ્લામાં 15, સાબરકાંઠા જિલ્લાના ર ગામોમાં વીવાયઓના માઘ્યમથી કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પિણ થયા. જેમાં ગાંધીનગરના ચંરૂલા, બાલવા, ડભોડા, છાલા, દશેલા, જગુદણ, મોતીપુરા, ટીંડોળા, સોનારડા, નારદીપુર અને લીંબકીયા તેમજ અમરેલીના સૂર્ય પ્રતાપગઢ અનિડા, નવા ઉજળા, વડેરા, વરુડી, પ્રતાપપરા, નાના આંકડીયા, શેહભાર, ઇશ્ર્વરીયા, વરસડા, કેરીયાનાગસ, મતીરાળા, સલડી, લાલાવદર, દેવરાજીયા મોટા દેવળીયા, ગાળ કોટડી તથા ખાખરીયા, જુનાગઢ ના ઇવનનગર, ગોલાઘર, મજેવડી, પત્રાપસર, માખીયાળા, આંબલીયા, જાલણસર, વાણંદિયા, વડાદ, ચોકલી, અલિન્દ્રા, અરણીયાળા, હાયરોા થાણાપીપળો, અજાબ તેમજ સાબરકાંઠા જિલ્લાના બે ગામોમાં રિચાર્જ બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા.