સહકાર સેવા સંસ્થા અને ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી.નાં સંયુક્ત ઉપક્રમે સરકારી સંસઓનાં કો-ઓર્ડીનેટર માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
‘મુખ્યમંત્રી ગ્રામોદય યોજના’ કી લાખો મહિલાઓને ર્આકિ પગભર બનાવાનો નિર્ધાર છે.’ આ મુજબની વાત સહકાર સેવા સંસનનાં અધ્યક્ષ કલ્પકભાઇ મણીઆરે કો-ઓર્ડીનેટર માટેનાં માર્ગદર્શન સેમિનારમાં કરી હતી.
તાજેતરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, રાજકોટ ખાતે સહકાર સેવા સંસ્થા અને ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશનનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારનાં વિવિધ વિભાગોમાં કાર્યરત કો-ઓર્ડીનેટર માટે માર્ગદર્શન સેમિનાર યોજાયેલ હતો. આ યોજનામાં ‘જોઇન્ટ લાયેબીલીટી અર્નીંગ એન્ડ સેવિંગ્ઝ ગ્રુપ’ના અનોખા ક્ધસેપ્ટી કાર્ય કરે છે.
યોજનાનાં સ્વપ્નદૃષ્ટા કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું હતું કે, ‘મહિલાઓને પગભર કરતી લોન, સરકાર દ્વારા મળતી સહાય અને તે કી સમગ્ર પરિવારનાં જીવનમાં બદલાવ લાવી શકાય છે. સહકારી બેન્કો ફક્ત આર્થિક જરૂરીયાત પૂર્ણ કરવા માટે જ નથી તે ફરી એક વખત આ યોજના કી સાબિત થાય છે. આ યોજનાનાં લાર્ભાથી લાખો મહિલાઓ અને તેના પરિવારનાં આશીર્વાદ તો મળશે જ.’
સહકારી અગ્રણી અને નાફકબનાં ચેરમેન જ્યોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતુ કે, ‘ગુજરાતનાં વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો અમૂલ્ય છે. આ યોજનામાં જોડાવા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને આ તકે આહ્વાન કરું છું અને તે કી ફરી એકવાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બનશે.’
આ યોજના અંતર્ગત સેલ્ફ હેલ્પ ગ્રુપ અને જોઇન્ટ લાયબીલીટી ગ્રુપ અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૃપના વ્યક્તિગત સભ્યોને વ્યક્તિગત લાર્ભાી તરીકે તા જૂ તરીકે યોજનાનો લાભ આપી શકાય છે.
યોજનાની માહિતી જોઇએ તો, રૂ. ૧ લાખનું ધિરાણ, ૧૦ સભ્યોનું એક ગ્રુપ બને. પ્રતિ માસ રૂ. ૧ હજારનો હપ્તો થાય અને ૧૨ હપ્તામાં ચુકવણી થાય. ફાયદાની વાત કરીએ તો, આ ગ્રુપને ગુજરાત સરકાર ૮ ટકાની સબસીડી આપશે. ઉપરાંત તેમનું રૂ. ૧૦ હજારનું રિવોલ્વીંગ ફંડ બનશે અને ૯,૫૦૦ રકમની બચત થશે. આમ ગ્રુપને રૂ. ૨૩,૫૦૦ની રકમ પરત મળશે.
આ સેમિનારમાં કલ્પકભાઇ મણીઆર, જ્યોતીન્દ્રભાઇ મહેતા, અજયભાઇ કાનાબાર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. કામેશ્ર્વરભાઇ સાંગાણી, મનીશભાઇ શેઠ, રાજુભાઇ કક્કડ, નિલેશભાઇ શાહ, રવિભાઇ જોષી, ગોપાલભાઇ પરમાર ઉપરાંત વિશાળ સંખ્યામાં સરકારનાં વિવિધ વિભાગોમાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.