મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે અહિંસા સંઘ, મુંબઇ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે રૂા. ૧૧,૧૧,૧૧૧/-ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે હીર વલ્લભ જૈન ગૃપ પાલનપુર દ્વારા પૂરગ્રસ્તો માટે ૬૧૦ ધાબળા તથા અનાજ-વાસણની ૬૧૦ કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા