ઈડીએ અગ્રસેન ગેહલોતના રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને કોલકતામાં આવેલી ઓફિસો પર દરોડા પાડયા
રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં થયેલા બળવાથી મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખુરસીના પાયા હચમચી ગયા છે. જયારે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ ઈડીએ ૩૫ હજાર ટન પોટેશીયમ કલોરાઈડ ખનીજના કૌભાંડમાં મુખ્યમંત્રી ગેહલોતના મોટાભાઈ અગ્રસેન ગેહલોત પર કાયદાનો સંકજો કસ્યો છે. ઈડીએ આ કૌભાંડમાં અગ્રસેન ગેહલોતના નિવાસ સ્થાન અને તેની પેઢી અનુપમ કૃષિની રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને કોલકટામાં આવેલી ઓફીસો પર એક સાથે દરોડા પાડયા હતા. ઈડીએ ગેહલોત સામે મની લોન્ડરીંગનો ગુન્હો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે. એક તરફ રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ ચાલી રહ્યા છે.જયારે કોંગ્રેસે ઈડીના આ પગલાને રાજકીય દબાણ લાવવા સમાન ગણાવ્યું છે.
ખેડુતો માટે સબસીડીના ભાવે આપવામાં આવતા અને ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા પોટેશીયમ કલોશઈકની ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરી ૩૫૦૦૦ ટનનું મલેશિયા અને તાઈવાનમાં નિકાસ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોટેશીયમ કલોરાઈડ માત્ર ખેતીના ઉપયોગ માટે ખેડુતોને રાહત ભાવે વેચવામાં આવે છે. અને તેનું અન્ય રીતે વેચાણ પ્રતિબંધીત છે ત્યારે અગ્રસેન ગેહલોતે ખોટી રીતેલાભ મેળવવા માટે દાણચોરી સીન્ડીકેટનો ભાગ બનીને આ ખનીજની ગેરકાયદેસર નિકાસ કરી છે. ખેડુતોના ખાતર માટે વાપરવામાં આવતા એમઓપીને ઔદ્યોગીક નમક તરીકે ગણાવીને મલેશિયા અને તાઈવાન
- નિકાસ કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે શરૂ કરેલી અગ્રસેન ગેહલોતની અનુપમકૃષિ પેઢીની રેડની આ કવાયતના ભાગ ગણાય એ અગ્રસેનના જોધપૂરના નિવાસ સ્થાન અને તેના અન્ય સંસ્થાઓમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને કોલકતામાં એક સાથે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસે પોટેશિયમ કલોરાઈડ નિકાસ અને દાણચોરીના આક્ષેપો ફગાવીને આ રેડ રાજકીય ઈશારે થઈ હોવાનું જણાવ્યું હતુ. બીજી તરફ ઈડીના વરિષ્ઠિ અધિકારીએ કહ્યું હતુ કે ઈડીએ ગેહલોત સામે મનિલોડરીંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
રાજસ્થાન મુખ્યમંત્રીના ભાઈ અગ્રસેન ગેહલોતની પેઢીએ માત્ર કૃષિ ઉપયોગ માટે ખેડુતોને રાહતભાવમાં આપવાના પોટેશિયમ કલોરાઈડને ઔદ્યોગિક નમક ગણાવીને ૩૫૦૦૦ ટન જેટલો જથ્થો મલેશિયા અને તાઈવાનમાં નિકાસ કરીને મોટો આર્થિકલાભ લઈ ગેરકાયદેસર રીતે દાણચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.