ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યા છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા સત્તારૂઢ સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ભાજપ શાસિત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ઉદઘાટનથી લઈને ખાતમૂહુર્તો કર્યા છે. ત્યારે સરકાર વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો . આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જેમાં પેટ્રોલમાં પેટ્રોલમાં 2.92 અને ડીઝલ 2.72નો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.આજે મુખ્યમંત્રી નિવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની અપીલને લઈને રાજ્યમાં બંને પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા 28.96 ટકા વેટ પર 4 ટકાનો ઘટાડો કરીને 67.53 પેટ્રોલનો અને 60.77 ડીઝલનો ભાવ જાહેર કર્યો હતો. નવો ભાવ પેટ્રોલ અને ડીઝલ પર આજ રાતથી અમલી બનશે. જેને કારણે સરકારની આવકમાં 2316 કરોડનો ઘટાડો થશે.