સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલ ઓ.પી. કોહલીની વિશેષ ઉ૫સ્થિતિમાં ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી
સાયલાનાં રાજસોભાગ આશ્રમે યોજાયેલા શૈક્ષણિક સંમેલન અને સન્માનોત્સવ ર્કાક્રમમાં મુખ્યમંત્રીનું પ્રેરક ઉદ્દબોધન
રાજય સરકારે ગુજરાતના યુવાધનને વિશેષ તકો પ્રોસ્સાહન આપવાની પ્રણાલી વિકસાવીને તેને અગ્રિમતા આપી છે. ગુજરાતનો યુવાન ગ્લોબલ યુથ અને વિશ્વના શ્રેષ્ઠ જ્ઞાન કૌશલ્યનો એને લાભ મળે તે માટે શ્રેષ્ઠ ઇન્ફાસ્ટ્રકચર રિચર્સ ફેસીલીટી, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની તશ યુવાશકિત ને ઘર આંગણે મળે તેવી પહુેલ આપણે કરી છે. અને એટલા માટે જ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આપણા ગુજરાતની યુવાશકિતનો થનગનાટ ઉંડીને આંખે વળગે તેવો છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ વઢવાણ ખાતે વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતુેં
સુ.નગર માં આન, બાન અને શાન સાથે થઇ રહેલી ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા પૂર્વ દિને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વઢવાણ ખાતે જીલ્લા તંત્ર દ્વારા આયોજીત વિશાળ યુવા સંમેલનમાં પ્રેરક ઉ૫સ્થિત રહ્યા હતા અને આ યુવા સંમેલનનો મંગલદીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ તકે યુવાનોઓને જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણ માટે ગુજરાતની યુવાશકિત પોતાનું મહતમ યોગદાન આપે તે બાબતને અગ્રતા આપીને સરકાર યુવાનોનાં શૈક્ષણિક વિકાસની સાથે કૌશલ્ય નિમાણ માટે સતત પ્રયત્નશીલ રહી છે.
ભૂતકાળમાં રાજયના સાત યુનિવર્સિટીઓ હતી જેની સામે આજે ગુજરાતમાં પ૬ જેટલી યુનિવર્સિટીઓ કાયરત છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં ફોરેન્સીંગ સાયન્સ યુનિવર્સિટી એકમાત્ર ગુજરાતમાં જ કાર્યરત છે. તથા આગામી દિવસોમાં રાજયના રાજપીપળા ખાતે ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રારંભ કરવાનું આયોજન પણ છે તેમ પણ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજયના યુવાનોને સાધન સંપન્ન કરી તેમને યોગ્ય તક પૂરી પાડી દેશને પરમ વૈભવના શિખર ઉપર લઇ જવા સરકાર કાર્યશીલ છે તેમ જણાવી ઉ૫સ્થિત યુવાવર્ગને નયા ભારતના નિર્માણ માટે આગળ આવી સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.રાજયમાં ૪૦૦થી વધુ આઇ.ટી.આઇ. દ્વારા બે લાખ જેટલા યુવાનોના કૌશલ્યના વિકાસનો યજ્ઞ આરંભાયો છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના થકી રાજયના યુવાનો દેશ-દુનિયા સાથે ખભે ખભા મીલાવી આગળ વધે તે માટેનું કાર્ય પણ રાજય સરકારે હાથ ધર્યુ છે.
તેમણે યુનિવસિટી વિશ્વવિઘાલયમાં ભણનારો રાજયનો પ્રત્યેક યુવાન જ્ઞાનપુંજ બને તે દિશામાં સરકાર કાર્યરત છે. તેમ જણાવી એ વધુમાં ઉમેર્યુ હતું કે યુવાનોના સપનાઓની પૂર્તતા માટે સરકાર કટિબઘ્ધ છે અને નયા ભારતના નિર્માણ માટે યુવાશકિતને જોડીને સરકાર આગળ વધી રહી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ૭ર માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ ઉજવણી થકી સરકારે આ ઉત્સવને સ્વકાસ ઉત્સવ બનાવ્યો છે. આ પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર જીલ્લામાં ૮૪ કરોડ રૂપિયા ના ૩૩ વિકાસ કામોનું ભુમિપુજન અને ૩૩ કરોડ રૂપીયાના ખર્ચે નિર્માણ પામેલ ૩૬ પ્રજાહિતના કામો પ્રજાર્પણ કરવામાં આવ્યા છે. એક જ પખવાડીયામા આ જીલ્લાને રૂ ૧૧૭ કરોડના ૬૯ કામો આ સરકારે સ્વતંત્ર્તા દિવસની ઉજવણી રુપે ભેટ આપ્યા છે.
વ્યથા નહીં વ્યવસ્થા અને જયાં માનવી ત્યાં સુવિધા આ સરકારનો શાસન મંત્ર રહ્યો છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ આ પર્વની ઉજવણી નીમીતે સુ.નગર શહેરને રૂ ૧૯૦ કરોડની ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજના બે કામોની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સુ.નગર શહેરની સાથે સમગ્ર જીલ્લામાં હાથ ધરાયેલા અને પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામોનો ઉલ્લેખ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણીના યજમાન જીલ્લાને વિકાસની વધુ ઉંચાઇએ લઇ જવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
તેમણે આ તકે સ્વતંત્રતાના સંગ્રામમાં અનન્ય યોગદાન આપનાર સુ.નગર જીલ્લાના વીર સપૂતોને આદર સાથે યાદ કરી જીલ્લાની નગર નગરપાલિકાના વિકાસ કામો માટે ૨.૫ કરોડ રૂપિયાની જીલ્લા કલેકટરને તથા ગ્રામીણ વિસ્તારના વિકાસ કામો માટે રૂપિયા ૨.૫ કરોડની જીલ્લા વિકાસ અધિકારીને ફાળવવાની જાહેરાત કરી તેના ચેક અર્પણ કર્યા હતા.આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સુ.નગર જીલ્લાના વિવિક ક્ષેત્રમાં નોધપાત્ર પ્રદાન આપેલ મહાનુભાવોને શાલ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં જીલ્લા કલેકટર કે.રાજેશએ સ્વાગત પ્રવચન કરી ૧પ ઓગષ્ટની રાજયકક્ષાની ઉજવણી સુ.નગર જીલ્લામાં કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં શ્રીમતિ કોહલી, અંજલીબેન રૂપાણી, ચીફ સેક્રેટરી જે.એન.સિંધ, પોલીસ મહાનિર્દેશ શિવાનંદ ઝા, પ્રભારી સચિવ અનુરાધા મલ, સાંસદ દેવજીભાઇ ફતેપરા, સ્વણીય ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમીતીના કાર્યવાહક અઘ્યક્ષ આઇ.કે.જાડેજા, ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, નૌશાદભાઇ સોલંકી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અશ્ર્વીનીકુમાર કલેકટર કે.રાજેશ, જીલ્લા વિકાસ અધિકારી, મનીષકુમાર બંસલ, જીલ્લા પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવાર, નગરપાલિકાના પ્રમુખ વીપીન ટોળીયા સહીતના મહાનુભાવો અધિકારી, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉ૫સ્થિત રહી ઝાલાવાડ દર્શન સાંસ્કૃતિક કાર્યક્રમે માણ્યો હતો.
સુ.નગર ખાતે ૭રમાં સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણીની શૃંખલામાં આજે જીલ્લાના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમ આયોજીત શૈક્ષણિક સંમેલન અને જનહિતની પ્રવૃતિઓના વિભાગીગ વડાઓના સન્માનના કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે શિક્ષણના માઘ્યમથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દુર થઇ શકે છે. શિક્ષણની પૂરતી વ્યવસ્થામાં સરકારની સાથે આવી આઘ્યાત્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપીને બાળકોને શિક્ષિત બનાવવામાં સહયોગી બની રહી છે.
રાજય સરકારે શિક્ષણને વ્યાપ વધારવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા ચાલુ વર્ષે બજેટમાં રૂ ૨૭ હજાર કરોડની જોગવાઇ કરી છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. કે સરકારી શાળાઓમાં વાંચન લેખન અને ગણનમાં નબળા રહેલા બાળકોને પ્રિય બાળકનું નામ અપીને મીશન વિઘા કાર્યક્રમ શરુ કર્યો છે. જે અન્વયે પાંચ લાખ બાળકોને એક મહિના સુધી વિશેષ શિક્ષણ પુરુ પાડવામાં આવી રહું છે.
રાજયમાં ૪૦૦૦ વર્ચ્યુઅલ કલાસ દ્વારા વિઘાર્થીઓને ડીજીટલ માઘ્યમથી બધા વિષયો ને આવરી લેતું શિક્ષણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. આવતા દિવસોમાં વધુ ૧૦ હજાર વર્ચ્યુઅલ કલાસરુમ સરકારી શાળાઓમાં શરુ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજસોભાગ આશ્રમ દ્વારા શ્રીમદ્દ રાજચંદ્રના આઘ્યાત્મિક સિઘ્ધાંતોને લોકોને સામાજીક રીતે મદદરુપ બનવાનું ઉમદા ભાવ સાથે કાર્ય થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે શ્રીમદ્દ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આઘ્યાત્મિક ગુરુ હતા. પુજય ગાંધીજીને તૈયાર કરવામાં રાજચંદ્રજીની મોટી ભૂમિકા હતી શ્રીમદ્દ રાજચંદ્રની આઘ્યાત્મિક ચેતના આપણને પ્રેરણા આપે છે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું આગામી તા.રજી ઓકટોબરથી સમગ્ર દેશમાં પૂ. ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરુપે ગુજરાતમાં પણ આગામી તા.રજી ઓકટોમ્બર થી એક વર્ષ સુધી પૂજય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરાશે. ગાંધીજીના સિઘ્ધાંતો અને વિચારોથી નવી પેઢી અવગત થાય તે માટે સત્ય, અહિંસા, ખાદી, સ્વાવલંબનતા, ગ્રામોદ્યોગ ક્ધયા કેળવણી સ્વચ્છતા વિગેરેને આવરી લેતા કાર્યક્રમ યોજવામાં આવશે.
આશ્રમના મોભીશ્રી નલીનભાઇ કોઠારીએ આશ્રમના નિર્માણ તેમજ આશ્રમ દ્વારા કરાતી વિવિધ શૈક્ષણિક સેવાકીય તેમજ આઘ્યાત્મિક પ્રવૃતિ અંગે માહીતગાર કર્યા હતા. તેમણે આ સંસ્થાના નિર્માણની અંત:સ્કુરણ માટે શ્રીમદ્દ રાજચંદ્રજી જીવન કવન જવાબદાર હોવાનું જણાવતાં કહયું હતું કે ગરીબ અને જરુરીયાતમંદ લોકો પ્રત્યે પ્રેમ, કરુણા અને સેવાની ભાવના થકી સમાજનું રુણ ચુકતે કરવા આશ્રમ ચલાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેનીય છે કે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળએ પૂજય મહાત્મા ગાંધીના આઘ્યાત્મિક ગુરુ અને યુગપુરુષ શ્રીમદ્દ રાજચંદ્રના આઘ્યાત્મ પંથે ચાલતી આઘ્યાત્મિક સાધના સંસ્થા છે. સંસ્થાના આદ્યસ્થાન લાડકચંદ માણેકચઁદ વોરાના જન્મ શતાબ્દી વર્ષ ૨૦૦૪ થી શરુ થયેલ શૈક્ષણિક અભિયાન પ્રેમની પરબનો શૈક્ષણિક સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશ્રમ દ્વારા ચાલતી વિવિધ જનકલ્યાણની અને ક્ધયા કેળવણી પ્રવૃતિમાં વર્ષોથી નેતૃત્વ સંભાળનાર વડાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રકાન્તભાઇ વ્યાસ, રામભાઇ જાદવ, ડો. કમલભાઇ શાહ, ડો. વિનુભાઇ શાહ, ડો. વિદ્યુતભાઇ ડો. અંબાલાલ રાવલ, ડો. ધમેન્દ્ર શર્મા વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના શ્રી નલીનભાઇ કોઠારી અને મીનળબેનએ મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી પહેરાવી અને સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.