મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં આવેલા અનેક વિદેશી અગ્રણીઑ સાથે વાત ચિત કરી હતી. આ તમામાં આગ્રણીઓ એ વાયબ્રન્ટ ગુજરાતમાં પોતાની એક અલગ જ ઇમેજ બનાવી છે. આ તમામ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ એ વિકાસલક્ષી ચર્ચાઓ કરી હતી. જેમાં,….
1. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ માનનીય વડાપ્રધાન માલ્ટા H.E. Dr. Joseph Muscat સાથે મુલાકાત કરી હતી.અને જણાવ્યુ હતું કે માલ્ટા ટ્રુરિઝમ હબ છે. ભારતની કંપનીઓ ત્યાં વિવિધ સેવા-સુવિધા પૂરી પાડી શકે એમ છે.
2. CM વિજયભાઈ રૂપાણી એ ગાંધીનગર ખાતે Dr. Martin Brudermueller, Chairman of the Board of Executive Directors & Chief Technology Officer, BASF, Germany સાથે મુલાકાત કરી હતી.
3. વિજયભાઈ રૂપાણી એ ગાંધીનગર ખાતે Mr. Nils Ragnar Kamsvåg, Ambassador, Norway સાથે મુલાકાત કરી હતી. બંને દેશો મેરીટાઈમ, સાયન્સ અને ટેક્નોલોજી, ઉચ્ચ શિક્ષણ, મત્સોદ્યોગ સહિતના ક્ષેત્રોમાં જોઈન્ટ વર્કિંગ ગ્રુપ ધરાવે છે. નોર્વે-ઈન્ડિયા પાર્ટનરશીપ કાર્યક્રમ હેઠળ નોર્વે ભારતમાં બાયોટેક્નોલોજી કોર્પોરેશનને આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવામાં મદદરૂપ બની રહ્યું છે. તેવી અનેક વાતો કરી હતી.
4. ગાંધીનગર ખાતે Mr Sharafuddin Sharaf, Chairman, UAE-India Business Council સાથે મુલાકાત કરી હતી.અને તેઓ એ યુએઈ અને સાઉદી અરેબિયાએ તેમના દેશમાં ફુડ સિક્યોરીટી માટે ભારતનો આધાર લેવાનું નક્કી કર્યું છે. આ માટે તેઓ ભારતમાં ઓર્ગેનિક અને ફુડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કરવાનું આયોજન ધરાવે છે.
5. માનનીય વિજયભાઈ એ Mr David Hurley, Governor for New South Wales and the Governor General-Designate of the Commonwealth of Australia (Head of State-Designate equivalent), Australia સાથે મુલાકાત કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ઓસ્ટ્રેલિયાએ તૈયાર કરેલ ‘ઈન્ડિયા ઈકોનોમિક સ્ટ્રેટેજી 2035’ માં ઓસ્ટ્રેલિયા માટે પ્રાધાન્ય ધરાવતા રાજ્યોમાં ગુજરાતને સ્થાન આપવામાં આવ્યું છે.
6. ગાંધીનગર ખાતે Ms. Armida Salsiah Alisjahbana, Under Secretary General, UNESCAP સાથે મુલાકાત કરી હતી. મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’ અને ‘ડિજીટલ ઈન્ડિયા’ જેવા કાર્યક્રમો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પરિપૂર્તિની દિશામાં સહાયરૂપ બની રહ્યા છે. ગુજરાત સરકારના આયોજન વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યાંકો પાર પાડવા માટે એક અલાયદો સેલ બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંકોને રાજ્યના બજેટ તથા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ સાથે જોડીને તેને પૂર્ણ કરવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે.
7. ગાંધીનગર ખાતે Mr Zhang Shenfeng, Vice Chairman, CCPIT, China સાથે મુલાકાત કરી હતી. ચાઈનાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ ધોલેરા સર ખાતે સોલર પાવર પ્લાન્ટ, એરપોર્ટ વગેરેના નિર્માણમાં સહાયરૂપ થઈ શકે છે. સાગરમાલા પ્રોજેક્ટના ભાગરૂપે ચાઈનાની કંપનીઓ 3 જેટલા કોસ્ટલ ઈકોનોમિક ઝોનના વિકાસમાં સહાયરૂપ થઈ શકે છે.
8. આ ઉપરાંત વિજયભાઈ રૂપની એ Dr. Ron Malka, Ambassador, Israel સાથે મુલાકાત કરી હતી. ઈઝરાયલની કંપનીઓએ ભારતમાં રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ, રિઅલ એસ્ટેટ, વોટર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. તેઓ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ તથા પ્રોડક્શન યુનિટ્સ પણ સ્થાપી રહી છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે કૃષિ તથા સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર માટેના દ્વિપક્ષીય કરાર થયેલા છે.
9. ગાંધીનગર ખાતે Naoyoshi Noguchi, Executive Vice President, JETRO, Japan સાથે મુલાકાત કરી હતી. જેટ્રો અમદાવાદમાં પોતાની ઓફિસ ધરાવે છે. આ તેનું ભારતનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર અને ભારતનું ખાતેનું સૌથી મોટું રોકાણ છે. જાપાને ડિફેન્સ, આઈટી, શિપિંગ, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સહભાગિતા સ્થાપવાને વધુ પ્રાધાન્ય આપ્યું છે.
10. આવી જ રીતે વિજયભાઈ રૂપની એ ગાંધીનગર ખાતે Mr.Yoshihiko Isozaki,State Minister of Economy, Trade and Industry, Japan સાથે મુલાકાત કરી હતી. જાપાન તરફથી આવતા એફડીઆઈમાં મુખ્ય ફાળો ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન્સ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરનો છે.