રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતૃશ્રી કુસુમબેન નાનકભાઈ મેઘાણીએ ૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ આપણી વચ્ચેી અણધારી વિદાય લીધી.
કુસુમબેનના અવસાનના સમાચાર જાણીને ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ શોકની લાગણી વ્યક્ત કરી છે. વિપદ વેળાએ પિનાકી મેઘાણીને અંતરતમ સાંત્વના પાઠવતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી લાગણીભેર લખે છે : ‘માતા એ સંતાન માટે વ્હાલ, સુરક્ષા અને વાત્સલ્યનો અખૂટ સ્ત્રોત હોય છે.
પોતાના સંતાનના શ્રેષ્ઠ વિકાસ માટે સતત સક્રિય રહેતી માનો ખોળો કોઈપણ ઉંમરે જ્યારે પહોંચી દૂર થાય છે ત્યારે તેમની સ્મૃતિઓ અને સ્મરણ જીવનમાં આગળ વધવાની હૂંફ આપે છે. કુસુમબેનના પુત્ર પિનાકી મેઘાણી અને અમેરિકા સ્તિ તબીબ પુત્રી ડો. શેણી મેઘાણીએ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારનો અંતરી આભાર માન્યો છે.
પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન’નાં સતત પદર્શક રહ્યાં હતાં. ભાવનગર ખાતે જન્મેલાં અને એમ.એ. – બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ કરનાર કુસુમબેનએ શિક્ષણ, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય અને રમતગમત ક્ષેત્રે અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત યો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.