ભવનાથ મહાદેવના દર્શન કર્યા: ભારતી આશ્રમ, શેરનાથ બાપુ આશ્રમ અને ઈન્દ્રભારતી આશ્રમની મૂલાકાત લીધી
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રંહ્યા બાદ તેઓએ પાવન થયા હોવાનો અહોભાવ વ્યકત કર્યો હતો. તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ભારતી આશ્રમ, શેરનાથબાપુ આશ્રમ અને ઈન્દ્રભારતી બાપુ આશ્રમની મૂલાકાત લીધી હતી.28 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજ જૂનાગઢના ભવનાથ શ્રેત્રનાં મહેમાન બન્યા હતા, તેઓએ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.મુખ્યમંત્રી એ સવારે પવિત્ર ભવનાથ શ્રેત્રમાં બિરાજતા ભવનાથ દાદાના મંદિરે પહોંચ્યા હતા.
અને દાદાને જલાભિષેક સાથે પુજન કરી શિશ ઝૂકાવી, ધન્યતા અનુભવી હતી. બાદમાં શેરનાથબાપુના આશ્રમ ગયા હતા. અને ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થયા હતા અને ભારતીબાપુના સમાધી સ્થળના દર્શન કરી. મુખ્યમંત્રી ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાતે જઈ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અને ધન્યતા અનુભવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પદગ્રહણ બાદ જૂનાગઢ જિલ્લાની ત્રીજી મુલાકાતે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે જૂનાગઢના ભવનાથ શ્રેત્રનાં મહેમાન બન્યા હતા, તેઓએ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.મુખ્યમંત્રી એ સવારે પવિત્ર ભવનાથ શ્રેત્રમાં બિરાજતા ભવનાથ દાદાના મંદિરે પહોંચ્યા હતા. અને દાદાને જલાભિષેક સાથે પુજન કરી શિશ ઝૂકાવી, ધન્યતા અનુભવી હતી. બાદમાં શેરનાથબાપુના આશ્રમ ગયા હતા.
અને ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થયા હતા અને ભારતીબાપુના સમાધી સ્થળના દર્શન કરી. મુખ્યમંત્રી ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાતે જઈ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પદગ્રહણ બાદ જૂનાગઢ જિલ્લાની ત્રીજી મુલાકાતે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા.ધાર્મિક નગરી જૂનાગઢની તપોભૂમિ સમાન ભવનાથ શ્રેત્રમાં બિરાજતા ભોળાનાથ ભવનાથ મહાદેવ ની પૂજા અર્ચના કરી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભોલેનાથને શીશ ઝુકાવી સમગ્ર દેશના વિકાસ માટે પ્રાર્થના કરી હતી, સાથોસાથ પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતના વિકાસ માટે હું પણ કાંઈક યોગદાન આપી શકું તે માટે હું ભવનાથ ખાતે આશીર્વાદ લેવા આવ્યો છુંઆજે શિવરાત્રી પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢના ભવનાથ શ્રેત્રના મહેમાન બન્યા હતા.
વહેલી સવારે મુખ્યમંત્રી ભવનાથ તળેટીમાં પધારતા સાધુ, સંતો દ્વારા તેઓનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. બાદમાં મુખ્યમંત્રીએ ભવનાથ મહાદેવને જલાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અને ગુજરાત તથા ભારતના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ ભારતીય સાધુ સમાજના પ્રમુખ આનંદ બાપુ સહિતના સંતો મહંતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી, મોમેન્ટ અર્પણ કરી, સ્વાગત સાથે આશિર્વચન પાઠવ્યા હતા, તથા બ્રહ્મલીન ભારતી બાપુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પૂર્વે ભવનાથ મંદિર ખાતે ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજે પણ રાજ્યના મુખ્યમંત્રીનું ભાવભેર સ્વાગત કર્યું હતું, મુખ્યમંત્રીએ આ સાથે ભવનાથ ક્ષેત્રમાં આવેલ સંત શ્રી શેરનાથ બાપુના આશ્રમ તથા રુદ્ર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી અને સંતોના રૂડા આશિર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીની જુનાગઢના ભવનાથ ક્ષેત્રની મુલાકાત વેળાએ પ્રદેશ ભાજપના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા સહિતના ભાજપના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રહ્યા હતા.
ભારતના વિકાસમાં હું કંઈક યોગદાન આપી શકું તેવા આશિર્વાદ લેવા આવ્યો છું: સીએમ
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટલે આ તકે જણાવ્યું હતું કે, ભવનાથ શ્રેત્રના આશ્રમમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભંડારા ચાલુ છે. અનેે ભગવાનને પ્રાર્થના કરું છું કે, આવી રીતે ભંડારા હંમેશા ચાલુ જ રહે, આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી જણાવ્ય હતું કેે, નરેન્દ્રર ભાઈ ઉપર ઉપર તમામ સાધુ સંતોના ખૂબ આશીર્વાદ છે. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવતીકાલે શિવરાત્રી છે તે માટે હું પ્રાર્થના કરું છું અને ભારતના વિકાસ માં હું કાંઈક યોગદાન આપી શકું તે માટે હું આશીર્વાદ લેવા આવ્યો છું.