પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીએ સાધુ-સંતોની આગેવાની લઇ મુખ્યમંત્રી-પ્રદેશઅધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરી
ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણી એ અખિલ ભારતીય સંત સમિતિના સાધુ-સંતોની આગેવાની લઇ પોતાના નેતૃત્વ હેઠળ સંતોને ગાંધિનગર સચિવાલય ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પાસે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરાવી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-2021 કાયદો લઇ આવવા બદલ અભિનંદન આશીર્વાદ પત્ર પાઠવી સનમાન કર્યું હતુ તેમજ ચેતનભાઇ રામાણીએ મુખ્યપ્રધાન તેમજ પ્રદેશ અધ્યક્ષ ને અભિનંદન આપી નિવેદન આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત હર હંમેશ ઇતિહાસ સર્જવામાં અગ્રેસર રહ્યું છે તેમજ આઝાદીની લડતથી લઇને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સર્જન સહિતની વાતમાં ગુજરાત આગળ છે વિધાનસભામાં જે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા ખરડો પસાર થયો એ તો અપુર્વ અને ઐતિહાસિક છે હિન્દુ દીકરીઓને રંજાડવાની, ઉઠાવી જવાની અને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિઓ પર આ વિધેયકથી રોક આવશે તેમજ આ વિધેયક સામાજિક સમરસતાનો વિધેયક બન્યો છે અને ભવિષ્યમાં ગુજરાત સંતુલિત સમાજ વ્યવસ્થા ધરાવતું આદર્શ રાજ્ય બનશે. આ વિધેયકથી હિન્દુ સમાજની બહેન-દીકરીઓને વધુ સલામતી અને સુરક્ષા મળશે.વધુમા જણાવતા કહ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે જે ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક દ્વારા કાયદો અમલી બનાવવામાં આવશે જે હિન્દુ યુવતીઓને પ્રેમ ના નામે ભોળવી ધર્માતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથી થી જોડાઈ ને તેમના સંસાર રોળી નાખી અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા તત્વોની સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું નક્કી કર્યું છે.આ પ્રસંગે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પ.પૂ. આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત પ.પૂ. મહામંડલેશ્ર્વર દિલિપદાસજી મહારાજ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. શા.સ્વા. સંતવલ્લભસ્વામીજી, પ.પૂ. મહામંડલેશ્ર્વર અખિલેશ્ર્વરદાસજી, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ. શાસ્ત્રી નૌતમસ્વામીજી, પ.પૂ. ઋષિભારતી મહારાજ ગુરુ પ.પૂ. ભારતી બાપુ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પ.પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ. જગતગુરુ પીરાણાપીઠ આચાર્ય જ્ઞાનેશ્ર્વરદાસજી વીગેરે સંતો ચેતનભાઇ રામાણીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધયક્ષને ગુજરાતની હિન્દુ પ્રજા વતી આશીર્વાદ આપી શુભેચ્છાઓ આપી હતી.