બાઈક રેલી શ્યામ પ્રશાદ મુખર્જી અને પંડિત દિન દયાળ ની પ્રતિમાને ફૂલ હાર કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગર પાટડી ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું જો કે સરકાર વિરોધી દેખાવ માટે તૈયારી કરી રહેલા ધારાસભ્ય નૌશાદ સોલંકીને પોલીસે નજર કેદ કરી લીધા હતા. નૌશાદ સોલંકીએ ર0 મુદા વિરોધની અગાઉ જાહેરાત કરી હતી. આજે મુખ્યમંત્રીના હાથે સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે 134 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.. સુરજમલજી હાઇસ્કુલ, પાટડી ખાતેથી સવારે 9.30 કલાકે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાનાં 4 સબ સ્ટેશનો સહિત રાજ્યનાં 13 જેટલા 66 કેવી સબસ્ટેશનો અને સમી પેટા વિભાગીય કચેરી (યુજીવીસીએલ)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.. આ સાથે મહેસાણા જિલ્લાનાં બે સબ સ્ટેશનોનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પાટડી ખાતે સુરજમલજી હાઈસ્કુલનાં રૂ.3.64 કરોડનાં ખર્ચે નિર્મિત થયેલા નવા સ્કુલ બિલ્ડીંગને પણ મુખ્યમંત્રીશ્રી લોકાર્પિત કરશે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી પાટડી ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા માં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, ઊર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અને પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતેથી જિલ્લાનાં 04 સહિત રાજ્યનાં 13 જેટલા 66 કેવી સબસ્ટેશનો અને સમી પેટા વિભાગીય કચેરી (યુજીવીસીએલ) લોકાર્પણ કરાવ્યું છે.
સાયલા તાલુકાનું ઢીંકવાડી, ચોટીલા તાલુકાનાં ધોરાપીપરીયા, ધ્રાંગધ્રા તાલુકાનું કંટાવાવ અને દશાડા તાલુકાનું માલવણ સબસ્ટેશન લોકાર્પિત થવાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નવા કાર્યાન્વિત થયેલા સબસ્ટેશનોની સંખ્યા 19 અને જિલ્લામાં કાર્યરત કુલ સબસ્ટેશનોની સંખ્યા 93 થઈ જશે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2002માં સબસ્ટેશનોની સંખ્યા 26 હતી. વર્ષ 2002થી 2022 સુધીમાં 67 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે.
ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ના કાર્યકર ની અટકાયત કરવા માં આવ્યા હતા. અર્ને નજર કેદ કર્યા હતા.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટડીમાં સરકારી કાર્યક્રમમાં આવવાના હોય ધારાસભ્ય નૌશાદ સોલંકીએ 20 મુદ્દાઓ ઉપસ્થિત કરી વિસ્તારના પ્રાણ પ્રશ્નો બાબતે આવાજ ઉઠાવ્યો હતો ત્યારથી જીલ્લાની પોલીસ અને તંત્ર દોડતું થઇ ગયું હતું. આજે નૌશાદ સોલંકીના ઘેર રાતથી જ પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને આજે જયારે તેઓ પાટડી માટે જબ્વા રવાના થયા ત્યારે પોલીસે તેમના નિવાસે અટકાવી ઘરની બહાર નીકળવા દીધા નહિ અને ઘર બહાર ચુસ્ત બંધોબસ્ત ગોઠવી નજર કેદ કર્યા છે. ત્યારે તેમની સાથે 25 થી વધુ સોલંકી ના સમર્થકો ની પણ અટકાયત કરવા માં આવી છે.