અબતક, રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગત 10મી નવેમ્બરથી રાજયભરમાં વિવિધ જિલ્લા અને મહાનગરોમાં સ્નેહમિલન યોજવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં ઉત્સાહનું સંચાર કરવાના આશ્રય સાથે યોજવામાં આવી રહેલા સ્નેહ મિલનમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, પ્રભારી તથા મંત્રી મંડળના સભ્યો અલગ અલગ જિલ્લાઓમાં જઇ કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે. ગત શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સૌરાષ્ટ્રના પ્રયાસ પર હતા દરમિયાન આજે ફરી સી.એમ. સૌરાષ્ટ્રના પ્રવાસે છે.
આજે સવારે તેઓએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભાજપના કાર્યકર્તાઓના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. દરમિયાન બપોરે તેઓ જુનાગઢ ખાતે જયારે સાંજે આણંદ જિલ્લાના પેટલાદમાં સ્નેહમિલનમાં ઉ5સ્થિત રહેશે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે ભાવનગર ખાતે જયારે ગુજરાતના સરપ્રભારી સુધીર ગુપ્તા રાજકોટ ખાતે મળનારા સ્નેહમિલનમાં હાજરી આપશે.
આજે સવારે 11 કલાકે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ત્રિકોણબાગ રામણા વાડી ખાતે યોજાયેલા ભાજપના કાર્યકરોના સ્નેહ મિલનમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉ5સ્થિત રહ્યા હતા. તેઓએ કાર્યકરો, ભાજપના હોદેદારોને વિક્રત સંવત 2078 ના નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં, ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો જીતાડવા અત્યારથી જ કામે લાગી જવા માટેની હાંકલ કરી હતી. કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. દરમિયાન બપોરે 3.30 કલાકે જુનાગઢના ટીમ્બવાડી રોડ પર આવેલી અક્ષરવાડી સ્થિત સ્વામી નારાયણ મંદિર ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. સાંજે 6.30 કલાકે આણંદ જિલ્લાના પેટલાદમાં બાંધણી ચોકડી ખાતે પાલખી પાર્ટી પ્લોટમાં યોજાનારા સ્નેહ મિલનમાં પણ મુખ્યમંત્રી ઉ5સ્થિત રહેશે.
આજે સવારે ભાવનગર ખાતે ભાવનગર-રાજકોટ રોડ પર વરતેજ સ્થિત નારી ચોકડી ખાતે યોજાનાર કાર્યકરોના સ્નેહ મિલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉ5સ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, સંગઠન પ્રભારી શ્રીમતિ રેખાબેન ડુંગરાણી, ભરતભાઇ કાનાબાર કેબિનેટ મંત્રી અને રાજય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઇ વાધાણી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા ખાસ ઉ5સ્થિત રહ્યા હતા.
આજે સવારે ગોહિલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું. દરમિયાન સાંજે 6 કલાકે રાજકોટ શહેરમાં અમૃત પાર્ટી પ્લોટ ખાતે શહેર ભાજપનું સ્નેહ મિલન યોજાશે. જેમાં ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ5સ્થિત રહેશે.