- જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું
-
મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા
જામનગર ન્યુઝ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી માયાબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણી રમેશભાઇ મુંગરા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીશ્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાગર સંઘાણી