કિરીટસિંહ રાણા,દેવાભાઈ માલમ,જગદીશ પંચાલ,બ્રિજેશ મેરજા સહિત ના મંત્રીઓએ આવકાર્યા
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે આવી ગયા છે તેવા સંજોગોમાં છેલ્લા દસ દિવસમાં બીજી વખત ઝાલાવાડ ની મુલાકાતે ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા કાલથી ઝાલાવાડ બિઝનેસ કોન્વેવ 2022 નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેવા સંજોગોમાં આ બિઝનેસ કોન્વેવ ને ખુલ્લો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુકવામાં આવશે તેવા સંજોગોમાં દસ દિવસમાં બીજી વખત મુખ્યમંત્રી સુરેન્દ્રનગર ની મુલાકાતે આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરના આનંદ ભવન ખાતે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી આવી ગયા ત્યારબાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 2022 બિઝનેસ ક્ધવેવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી બિઝનેસ કારો સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને અને ઝાલાવાડના બિઝનેસકારો સાથે ચર્ચા વિચારણા કરશે અને બિઝનેસનો કેમ ધંધાકીય વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ત્યારે ત્રણ દિવસ માટે આ બિઝનેસ કોન્વેવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઝાલાવાડના બિઝનેસકારો સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બની અને ઝાલાવાડનું નામ રોશન કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે ત્યારે ઝાલાવાડના બિઝનેસકારો ને કંઈક નવીનતા અને કાંઈક શીખવા મળે એ માટે બહારથી પણ બિઝનેસમેન આ બિઝનેસ કોન્વેવ માં ઝોડાશે.
ત્યારે આ મામલે ઝાલાવાડ નો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ ઝાલાવાડ સમગ્ર ગુજરાત ઉપરાંત ભારત દેશમાં પ્રખ્યાત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતેથી 2022 બિઝનેસ ક્ધવેવનું શરૂઆત કરવામાં આવશે તેવા સંજોગોમાં ત્રણ દિવસ નાઈટ કાર્યક્રમોમાં ગુજરાતના સારા સારા કલાકારો ડાયરો પણ કરશે જેમાં ઓસમાન મીર મુખ્તાર શાહ અને દેવાયતભાઇ ખવડ પણ હાજરી આપશે ત્યારે આ શરૂ થતાં 2022 બિઝનેસ ક્ધવેવમાં ઝાલાવાડ ની જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલ સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા તેમજ પુર્વ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને મુખ્યમંત્રીને આવકારી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડ નો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ ઝાલાવાડનું નામ મોખરે સ્થાન પર રહે તેઓ પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું