• આજે દિલ્હીમાં ચુંટણી ઢંઢેરા  સમિતિની બેઠકમાં આપશે હાજરી: હાઇકમાન્ડને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કરશે માહિતગાર

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અઘ્યક્ષ સ્થાને ર7 સભ્યોની ચુંટણી ઢંઢેરા સમીતી બનાવવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો સમાવેશ કરવામા આવ્યો છે. આજે દિલ્હી ખાતે ચુંટણી ઢંઢેરા સમિતિની પ્રથમ બેઠક મળશે. જેમાં ભાગ લેવા માટે ભુપેન્દ્રભાઇ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે હાઇકમાન્ડે વાકેફ કરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અઘ્યક્ષ સ્થાને બનાવવામાં આવેલી ચુંટણી ઢંઢેરા સમીતીમાં નિર્મલા સિતારમણ, પિયુષ ગોયલ, અર્જુન મુંડા, ભુપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજીજુ, અશ્ર્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્રભાઇ પટેલ, ડો. હિમંતા વિશ્ર્વસરમા, વિષ્ણુદેવ સાય, ડો. મોહન યાદવ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજ, સ્મૃતિ ઇરાની, જુણ્ય ઓરામ, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, રાજીવ ચંદ્ર શેખર, વિનોદ તાવડે, ડો. રાધા મોહનદાસ અગ્રવાલ, મનજીંદરસિંહ સિરસા, ઓ.પી. ધનખડ, અનિલ એન્ટની અને તારીક મેસુરની નિુકિત કરાય છે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા ચુંટણી મેનીફેસ્ટોની ધોષણા કરી શકે છે. આજે ચુંટણી ઢંઢેરા સમીતીની પ્રથમ બેઠક મળશે. જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દિલ્હી પહોંચી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.