Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિર માં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.મહત્વનું છે કે, આજે મુખ્યમંત્રી દિવસભર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે.WhatsApp Image 2024 07 15 at 9.10.09 AM 1

મુખ્યમંત્રીએ  ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાં ની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિર માં જલાભિષેક કર્યો હતો.WhatsApp Image 2024 07 15 at 9.10.07 AM

મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.WhatsApp Image 2024 07 15 at 9.10.08 AM 1

મહત્વનું છે કે, આજે જન્મ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ-અલગ સેવાકીય કાર્યોમાં ભાગ લેવાના છે. આજે સવારે અડાલજના ત્રિમંદિરમાં દર્શન કરી દિવસનો પ્રારંભ કર્યા બાદ હવે દિવસ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન વૃક્ષારોપણ, નોટબુક વિતરણ સહિતના કાર્યકમોમાં ભાગ લેશે. આ સાથે સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી કરશે.WhatsApp Image 2024 07 15 at 9.10.10 AM

જાણો ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર વિશે

1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા
2008થી 2010 દરમિયાન કોર્પોરેશનનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહ્યાWhatsApp Image 2024 07 15 at 9.10.11 AM 1
વર્ષ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સીલર રહ્યા
વર્ષ 2015 થી 2017 સુધી ઔડાના ચેરમેન પદે રહ્યાWhatsApp Image 2024 07 15 at 9.10.06 AMAMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી
2017માં ભુપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું
પોતાના મતવિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી તેઓ ઓળખાય છે

પહેલી ચૂંટણીમાં 1,17,000 મતોની વિક્રમજનક સરસાઈથી જીત મેળવી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.