જેતપુરમાં સ્વામિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે: મોરબી અને સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં રહેશે ઉપસ્થિત
અબતક,રાજકોટ
ભાજપ દ્વારા ગત 10 મી રાજયના વિવિધ જિલ્લા અને મહાનગરોમાં નવા વર્ષના સ્નેહમિલનનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી અને સુરેન્દ્રનગર ખાતે યોજાનાર સ્નેહમિલનમાં હાજરી આપશે તેઓ આજે બપોરે સૌ પ્રથમ જેતપુરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ બપોરે 2.30 કલાકે રાજકોટજિલ્લાના જેતપૂર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 3.45 કલાકે જે.પી. ફાર્મ, અંજતા કલોક સામે મોરબી ખાતેના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ ભાગ લેશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે વડવાળા મંદિર ખાતે સાંજે 6 કલાકે દર્શન કરશે ત્યારબાદ મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ભકિતનંદન સર્કલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંજે 6.30 કલાકે ભાગ લેશે.સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રથમ વખત સુરેન્દ્રનગર ની મુલાકાતે આવનાર છે તેવા સંજોગોમાં પક્ષ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાલ માં પૂર્ણ કરવામાં આવી છે પહેલા ભક્તિ નંદન સર્કલ ખાતે સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત પ્રવેશતા ભુપેન્દ્રભાઈ પટેલ સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ સાથે અનેક મંત્રીઓ પણ સુરેન્દ્રનગર ની મુલાકાતે કાલે સ્નેહમિલન કાર્યક્રમમાં આવનાર છે.તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ની મુલાકાતે પ્રથમ વખત છે મુખ્યમંત્રી આવી રહ્યા છે તે ના પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરી વિસ્તારમાં રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધી પ્રજા ખાડા માંથી પસાર થઇ રહી હતી પરંતુ આ મામલે સ્થાનિક લોકો દ્વારા પણ પાલિકામાં અનેક વખત રજુઆત કરવામાં આવી હતી તે છતાં પણ રોડ રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે સુરત અને વડોદરા ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા જયારે ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા પાટર અને ગાંધીનગર ખાતે હાજરી આપશે.