ગુજરાતના સાહસિક શહેર તરીકે જેની ગણના થાય છે તેવા ઔદ્યોગિક નગર રાજકોટના આંગણે આગામી તા.7 થી 10 જાન્યુઆરી સુધી ’ગ્લોબલ બિઝનેસ સમિટ’ દ્વારા સૌથી મોટા એક્સપોનું ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ એક્ઝિબિશનને આગામી તા.7 જાન્યુઆરીના સવારે 10 કલાકે ખુલ્લું મૂકવામાં આવશે.
-
40 થી વધુ દેશોના બિઝનેસમેન ડેલીગેટસ લેશે એકસ્પોની મુલાકાત: ગ્લોબલ સમિટ, એકિઝિબિશન, બિઝનેસ સેમિનાર બી.ટુ બી મીટીંગ્સ, એવોર્ડસ સેરેમની સાંસ્કૃતિક કાર્યક્રમનો વણઝાર
-
7 થી 10 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ બિઝનેસ સમિટમાં કેન્દ્રીય મંત્રી, રાજકીય આગેવાનો, ઉઘોગપતિઓ દેશે મુલાકાત
-
એકસ્પોમાં કૃષિ, વાણિજય, રિઅલ એસ્ટેટ, જવેલરી, ઇમ્પોર્ટ, એકસ્પોર્ટ, સિરામીક સહિત વિવિધ ક્ષેત્રના 1100 સ્ટોલની મુલાકાત લઇ શકાશે
-
એકસ્પો અંગે વિગત આપવા હંસરાજભાઇ ગજેરા, જેન્તીભાઇ સરધારા, કૌશિકભાઇ રાબડીયા સહિતના મહાનુભાવોએ લીધી ‘અબતક’ની મુલાકાત
આ શુભ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ સર્વે મનસુખભાઇ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયા ઉપરાંત મંત્રીઓ, ધારાસભ્યઓ, સમાજના આગેવાનો, ઉધોગપતિઓ ઉપસ્થિત રહેશે.
સરદારધામ આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોનુ રાજકોટ નવા 150 ફુટ રીંગ રોડ પર પરસાણા ચોકમાં 25 એકરમાં આ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમા કૃષિ, વાણિજ્ય, રિઅલ એસ્ટેટ, જ્વેલરી, ઈમપોટ- ઍકસપોટ, સિરામિક સહિતના ક્ષેત્રો દ્વારા 1100 જેટલા સ્ટોલ અને દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકરના સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બિઝનેસ સમિટનું વિશ્વભરના દેશોમાં પ્રચાર-પ્રસાર કર્યા બાદ ટોપ 40 જેટલા દેશોમાંથી સરકારી અધિકારીઓ બિઝનેસમેન ડેલીગેશન તેમજ ભારતના વિવિધ રાજ્ય અને સૌરાષ્ટ્રભરના 10 લાખ જેટલા લોકો આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્લોબલ બિઝનેસ સમિટ- જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોની મુલાકાત લેશે અને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઈતિહાસ લખાશે.
આ બિઝનેસ સમિટ દરમિયાન ’ઉદ્યોગ રત્ન એવોર્ડ’ સમારોહ પણ યોજવામાં આવશે. જેમાં ઉદ્યોગ રત્નોના શીર્ષક હેઠળ બુકનું વિમોચન કરવામાં આવશે અને અલગ અલગ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરદારધામ દ્વારા દર બે વર્ષે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ પૂર્વે સુરત અને ગાંધીનગર ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે તો 2026 માં ગ્લોબલ બિઝનેસ સમિટ અમેરિકા ખાતે યોજાશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા 2018 થી જીપીબીએસ એકસ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે, 2026 માં અમેરિકા ખાતે યોજનારા ગ્લોબલ બિઝનેસ સમિટનું રિહર્સલ 2024 માં રાજકોટના ગ્લોબલ બિઝનેસ સમિટમાં જોવા મળશે.
આ બિઝનેસ સમિટ થકી સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો વચ્ચે આંતરિક તથા વૈશ્વિક જોડાણ અને યુવાનોને રોજગાર માટેની તક આપવાનો ઉદ્દેશ સેવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સ્કેલનો આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એક્સ્પોનું આયોજન સૌપ્રથમ વખત થઈ રહ્યું છે. ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે અનેક તકો લઈને આવ્યું છે. ત્યારે સૌ કોઈએ જી.પી.બી.એસ. – 2024 દેશ કા એકસ્પો મુલાકાત અચૂક લેવા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા સહિતનો ટીમ તૈયારી કરી છે.
ત્યારે એકસ્પો અંગે વિગત આપવા જી.પી.બી. એસ. એકસ્પોના પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, જેન્તીભાઇ સરધારા, કૌશિકભાઇ રાબડીયા, જીતેન્દ્ર કથીરીયા, રોનકભાઇ રૈયાણી, જયોતિબેન ટીલવા, શર્મિલાબેન બાંભણીયાએ ‘અબતક’ ની મુલાકાત લીધી હતી.
નાના મોટા ઉઘોગોને એક પ્લેટફોર્મ પર લાવશે ગ્લોબલ બિઝનેસ સમિટ: હંસરાજભાઇ ગજેરા
‘અબતક’ ની મુલાકાતે આવેલ જી.પી.બી. એસ. એકસ્પોના પ્રમુખ હંસરાજભાઇ ગજેરાએ ‘અબતક’ મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ઉઘોગો ક્ષેત્રે ખુબ જ આગળ વધી રહ્યું છે. અમારો એકસ્પો કરવા પાછળનો હેતુ આપણા સૌરાષ્ટ્રના ઉઘોગો વિશ્ર્વ ફલક પર પહોંચે અમે 40 દેશોમાં પ્રમોશન કરેલ હતું. અને 40 દેશોના 1000 થી ડેલીગેટસ એકસ્પોની મુલાકાત લેશે. આ એકસ્પોને વાઇબ્રન્ટની સમકક્ષ ગણી શકાશે. કારણ કે,: એકસ્પોમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર નવા ડીઝાઇનર સ્ટોર જોવા મળશે.
અમે સૌરાષ્ટ્રનો વ્યવસાય વધુ આગળ વધે તે માટે કામ કરીએ છીએ. ગ્લોબલ બિઝનેસ સમિટએ ઉઘોગકારો માટેનો મહાકુંભ છે. મહિલા ઉઘોગ સાહસિકો આગળ આવે તેના માટે અમે પ0 થી વધુ મહિલા ઉઘોગ સાહસિકોને અકસ્પોમાં સ્ટોલ આપેલ છે. આ એકસ્પોમાં ફોરેન ડેલીગેસ્ટ સાથે નાના મોટા ઉઘોગકારો, એન્જીનીયરીંગના વિઘાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લેશે. એકસ્પો માટે યુવા, મહિલા, વડીલો સૌ સાથે મળીને કામ કરી રહ્યાં છે.
રાજકોટ અને સૌરાષ્ટ્ર લધુ તેમજ મઘ્યમ ઉઘોગોનું હલ છે. ત્યારે આ બિઝનેસ સમિટનો ફાયદો રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉઘોગકારોને ખુબ સારી રીતે મળશે.
એકતા સે સમૃઘ્ધિ કી ઓર ના મંત્ર સાથે સર્વે સમાજના વેપાર ઉઘોગને જોડીને પ્રગતિ કરવી એ જ સરદાર ધામનું લક્ષ્ય
‘એકતા સે સમૃદ્ધિ કી ઓર’ ના મંત્ર સાથે સર્વે સમાજના નાના-મોટા વેપાર-ઉદ્યોગને એકબીજા સાથે જોડીને પ્રગતિ કરવી એ જ સરદારધામનું લક્ષ સરદારધામ દ્વારા આગામી તા. 7 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટના નવા 150 ફુટ સેકેન્ડ રિંગરોડ પર આવેલા પરસાણા ચોક ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોના આયોજન અંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, એકતા સે સમૃદ્ધિ કી ઓરના મંત્ર સાથે સર્વે સમાજના નાના-મોટા વેપાર-ઉદ્યોગને એકબીજા સાથે જોડીને પ્રગતિ કરવી એ જ સરદારધામનું લક્ષ છે. ભારત દેશ અને ગુજરાતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરદારધામના પ્રયાસોનું જીવંત ઉદાહરણ એટલે ગ્લોબલ બિઝનેસ સમિટ.
એકસ્પોની વિશેષતા
એક્સ્પોની અન્ય વિશેષતાની વાત કરીએ તો અહી ભવ્ય એન્ટ્રી ગેઇટ સાથે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત આ એક્સ્પોમાં કૃષિ, ઓટો મોબાઈલ, સિરામિક બાંધકામ સંલગ્ન નવી ટેકનોલોજી, નવી પ્રોડક્ટ્સ પ્રથમવાર નિદર્શન થવા જઈ રહી છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને વેગ આપતા 50 જેટલા સ્ટાર્ટઅપસ પણ અહી તેમના પ્રોજેક્ટ્સનું નિદર્શન કરશે. રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આગળ આવે અને તેમને પૂરતી તકો મળે તે માટે એક્સપોએ એક પહેલ શરૂ કરી છે. જેના ભાગ રૂપે 50 થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોને એક્સપોમાં સ્ટોલમાં 50 % સુધીનું ડિસ્કાઉંટ પણ આપી તેમના ઉદ્યોગને વિકસાવવાનો અવસર પ્રાપ્ત થશે.