- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળીને કરી પ્રશંસા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.
આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ પ્રમોશન અને નિહાળવા આવેલા અભિનેતા જિતેન્દ્ર કપૂરે જણાવ્યું હતું કે, હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે. જે વાત લોકો સુધી પહોંચવી જોઇએ તેના માટે આ ફિલ્મ છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ.
ફિલ્મ નિહાળતા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી સહિત અમદાવાદના નાગરિક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ફિલ્મ જોવા આવ્યા હતા. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો આભાર માનું છું. લોકો સુધી સાચી વાત પહોંચે તે માટે આ પ્રયાસ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સફ્રી જાહેર કરી છે.
આમ તો દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે. હવે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફી બની છે. ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ 2002માં ગુજરાતમાં થયેલ ગોધરા ટ્રેન દુર્ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.