- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે તા. ૨૫મી એપ્રિલે તેલંગણામાં ભાજપા ઉમેદવારોના ચુનાવ પ્રચાર માટે જશે
- ભૂપેન્દ્ર પટેલ જનસભા સંબોધશે તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે
ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુરૂવાર તા. ૨૫મી એપ્રિલે તેલંગણા રાજ્યના પ્રવાસે જશે. મુખ્યમંત્રી તેલંગણાની કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયકુમાર બંદીના નામાંકન પત્ર ભરવા સમયે સવારે ૧૦:૦૦ વાગ્યે ઉપસ્થિત રહેવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર બાદ પોણા ત્રણ કલાકે કુરનુલ લોકસભા મતક્ષેત્રના ભાજપા ઉમેદવાર ભરત પ્રસાદજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધન કરશે.ભૂપેન્દ્ર પટેલ તેલંગણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નમપલ્લીમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે સાંજે ૬:૦૦ કલાકે હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સંયુક્ત બેઠક યોજશે અને રાત્રે ગાંધીનગર પરત આવશે.