- મુખ્યમંત્રીએ પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી
- મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન
- સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારાયા
ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. તેમજ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. માન.મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે વન અને પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમજ મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યુમેન્ટરીનું વિમોચન સંપન્ન થયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.