ભુજમાં સ્મૃતિવનના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે કરી સમીક્ષા
આવતીકાલે તા.26ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું કરશે ઉદ્ઘાટન
26 જાન્યુઆરી, 2001ના દિવસે આવેલા ભૂકંપને ગુજરાત અને ખાસ કરીને કચ્છના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ ભૂકંપમાં કચ્છમાં હજારો લોકોના મોત થયા હતા અને ઘણું નુકસાન થયું હતું. આ કુદરતી આપત્તિમાંથી કચ્છ ભારે ખુમારી સાથે પાછું બેઠું થયું છે.
આથી ભુજીયા ડુંગરની તળેટીમાં 350 કરોડના ખર્ચે 470 એકરમાં બનાવેલ સ્મૃતિવન બનાવામાં આવ્યું છે.આ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ અંગેની સમિક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભુજ પહોચ્યા હતા.તેમજ ભુજીયા ડુંગરની મુલાકાત પણ લીધી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભુજીયા ડુંગરની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું.તેમજ સ્મૃતિવનની મુલાકાત લઇ તેના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
સ્મૃતિવનમાં મ્યુઝિયમ,વિવિધ હોલ, ગેલેરી, સન પોઇન્ટ વગેરે જેવા આકર્ષણના કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.તળેટીમાં ચેકડેમ પણ બનાવાયા છે. આ મ્યૂઝિયમમાં ભૂકંપનો અનુભવ કરાવવા માટે ખાસ થિયેટર પણ બનાવાયું છે.