Abtak Media Google News
  • રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા વાળા જોડાશે તથા સાધુસંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે

અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ 147 વર્ષ પહેલા થયો હતો. સૌપ્રથમ ભગવાનની રથયાત્રા બળદગાડામાં નિકળતી હતી. તેમજ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી. જેમાં વર્ષ 1878માં અષાઢી બીજના દિવસે પ્રથમ વખત રથયાત્રા નિકળી હતી. ત્યારે નાથની અમદાવાદમાં 18 કિલોમીટરની રથયાત્રાના રૂટ પર અનેક રસપ્રદ પ્રસંગ પણ જોડાયેલા છે. ત્યારે આ 18 કિલોમીટરની રથયાત્રા ના રૂટ માં નીકળશે

રથયાત્રાના રૂટનું મહત્વ

સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરવાનું અનેરું મહત્વ હોય છે.

9 વાગે એએમેસી ઓફિસ પાસે પહોંચશે. જ્યાં નગર સેવક તરીકે નગરપતિ એટલે કે મેયર સહિત અન્ય લોકો ભગવાનનું સ્વાગત કરશે.તેમજ 9.45 વાગે રાયપુર ચકલા જ્યાં નગરજનો આરતી ઉતારી ભગવાનનું સ્વાગત કરશે.

10.30 વાગે ખાડીયા ચાર રસ્તા, જ્યાં ભગવાન જગન્નાથજીનું ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત અનેક આગેવાનો રથ પૂજન અને નાથનું પૂજન કરે છે અને ભગવાનને ભેટ અપાય છે.

11.15 વાગે કાલુપુર સર્કલ, જ્યાં વર્ષોથી શિરાના પ્રસાદનું મહત્વ રહેલું છે.અને12 વાગે સરસપુર. જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે અને અહીંયા ભગવાનનું મામેરુ કરવામાં આવે છે અને થોડીક વાર માટે રથ અહીંયા વિરામ કરે છે.

1.30 વાગે સરસપુરથી પરત ફરે છે.અને 2 વાગે કાલુપુર સર્કલ. નિજ મંદિર પરત ફરતા રથોનું પોલીસ પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે.

2.30 વાગે. પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજાની વચ્ચે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ વધારી દેવામાં આવે છે, સાથે જ સાંકળી શેરીઓ હોવાથી ખૂબ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં કોમી એકતાનું ઉદાહરણ અને કબૂતર ઉડાડીને મુસ્લિમ સમાજના લોકો પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે અને દિલીપદાસજીનું સ્વાગત મંદિરના મહંત તરીકે કરતા હોય છે, કહેવામાં આવે છે કે વર્ષોથી આ રથયાત્રાના રૂટમાં અહીંયા પરંપરાગત રીતે નરસિંહદાસજીનું પણ સ્વાગત કરવામાં આવતું હતું અને હવે એ જ કોમી એકતાનું ઉદાહરણ અહીંયા પણ જોવા મળે છે.તેમજ3.15 વાગે દિલ્હી ચકલાઅને 3.45 વાગે શાહપુર દરવાજા, સંવેદનશીલ વિસ્તારની માનવામાં આવે છે અને પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવે છે.

4.30 વાગે આર.સી.હાઈસ્કુલ. અહીંયા ભગવાનને ભેટ આપવામાં આવે છે.અને 5 વાગે ઘી કાંટા, વેપારીઓ દ્વારા ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે સાથે સોના ચાંદીના ઘરેણા સહિતની પણ ભગવાનને ભેટ આપવામાં આવે છે, કહેવાય છે કે આ વિસ્તારમાં નાનામાં નાના વેપારીથી લઈને મોટામાં મોટા વેપારીની વસ્તુ હોય છે, જે પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન આંગણે આવ્યા હોવાથી મનગમતી ભેટો આપતા હોય છે.

5.45 વાગે પાનકોર નાકા, અહીંયા લોકો શ્રીફળની પ્રસાદ ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે, વર્ષોથી અનેક માનતાઓ જેને રાખી હોય અને તેની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ભગવાનને શ્રીફળનો પ્રસાદ અહીંયા અર્પણ કરવામાં આવે છે.6.30 માણેકચોક, નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે સોની માર્કેટમાંથી રથ પસાર થાય છે, ત્યારે અનેક જ્વેલર્સ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવે છે, સાથે જ ભગવાનની નજર ઉતારવાનું પણ અહીંયા વિશેષ મહત્વ રહેલું છે.

8.30 વાગે નિજ મંદિર પરત, અહીંયા ભગવાનને એક દિવસ મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવી પડતી હોય છે અને બીજા દિવસે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા વાળા જોડાશે તથા સાધુસંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ ધરાવવામાં આવશે તથા 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાશે તથા સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે 5 વાગે જગન્નાથજીના પ્રિય આદિવાસી નૃત્ય અને રસ ગરબા, ભગવાનના પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 5.45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. સવારે 7 વાગે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.

રથયાત્રાનો ઈતિહાસ

વર્ષો પહેલાં નીકળવાની રથયાત્રામાં કોમી તોફાનો પણ ફાટી નીકળતા હતા તે દરમિયાન સરયુ દાસ નામના હાથીએ રથયાત્રાનો પ્રતિબંધ છતાં પણ તે સમયે પ્રારંભ કરાવ્યો હતો અને મંદિરનો ગેટ તોડીને રથયાત્રાની પ્રારંભ કરાવ્યો, ત્યારથી ગજરાજોને રથયાત્રામાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે અને સમયની સાથે બધું જ બદલાયું અને રંગે ચંગે નગર ચરિયાએ નાથ નીકળતા હોય છે, ત્યારે દરેક જ્ઞાતિના લોકો ખુશીથી આ રથયાત્રાની શુભકામનાઓ મંદિરના મહંતને આપતા હોય છે. સાથે જ મુસ્લિમ વિસ્તારમાંથી આ રથ જ્યારે પસાર થાય છે ત્યારે ભાઈચારાનો નજારો પણ આ રથયાત્રામાં જોવા મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.