ભુજ તાલુકાના રામદેવનગર હાજીપીર ખાતે મેક એ ચેન્જ ફાઉન્ડેશન’ લંડનના સહયોગથી અને ‘સેવા સાધના’ કચ્છની પ્રેરણાથી નવનિર્મિત ૧૬ મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓને પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવીને શ્રી રામદેવનગરનું લોકાર્પણ કર્યું હતું.
મૂળ કચ્છના અને હાલમાં લંડન ખાતે સ્થાયી એન.આર.આઈ પરિવારો દ્વારા આ મકાનોના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ રામદેવનગર નગર પરિસરમાં સ્થિત મંદિરમાં દર્શન કરીને વૃક્ષારોપણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ખમીરવંતી ધરતી પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી અને રામકૃષ્ણ પરમહંસને પુણ્યતિથિ નિમિત્તે નમન કર્યા હતા. વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોય અને કેવી રીતે થાય તેની પ્રતીતિ વડાપ્રધાનશ્રીએ વિશ્વ અને દેશને કરાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રીનો એવો અભિગમ રહ્યો છે કે, કોઈપણ સરકારી યોજનાના કેન્દ્રમાં છેવાડાના માણસની હાજરી હોય.
છેવાડાના નાગરિકો માટે વિકાસકાર્યો કરવામાં થોડી મુશ્કેલીઓનો આવતી હોય છે. જોકે, મેક એ ચેન્જ ફાઉન્ડેશન એ ખૂબ સારું કામ કરીને ૧૬ પરિવારના માટે મકાનોનું નિર્માણ કરી શ્રી રામદેવનગરની સ્થાપના કરી છે. સંસ્થાની કામગીરીને બિરદાવી મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, જે લોકોની પાંચ – પાંચ પેઢીએ છત નહોતી જોઈ એવા પરિવારોને આજે પોતીકા મકાન મળવા જઈ રહ્યા છે.
આજે દરેક ક્ષેત્રમાં સરકાર સહભાગી બની રહી છે. છેવાડાના ગામોમાં ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ સરકારી યોજનાઓના મારફતે નાગરિકો સુધી પહોંચી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના ધ્યેય સાથે સરકાર લોકસેવાના કાર્યો કરી રહી છે.
સરકારની સાથે સામાજિક સંસ્થાઓના આવવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે. શ્રી રામદેવનગર ખાતે ગામજનોને મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, સરકાર હંમેશા તમારી સાથે જ છે. સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના ગામો સુધી વિકાસના કામો કરવા માટે તત્પર છે.
આઝાદીના અમૃતકાળનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણે હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ. વિકસિત ભારત માટે વિ કચ્છ જિલ્લાના બન્ની પચ્છમ વિસ્તારમાં દારુણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરી રહેલા વાઢા કોલી સમાજના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ સેવા સાધના સંસ્થા કરી રહી છે. કંતાનના ઘરોમાં રહેતા વાઢા કોલી પરિવારોને પાકા મકાનોની ફાળવણી, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને રોજગારી મળી રહે તે માટે સેવા સાધના ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. સેવા સાધના સંસ્થાના ટ્રસ્ટી શ્રી નારણભાઈ વેલાણીએ સંસ્થાના કાર્યોની વિસ્તૃત છણાવટ કરીને ભવિષ્યના આયોજન અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો .,આગેવાનો દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.