ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને અતિ ભારે વરસાદને કારણે ફરી એક વખત તારાજીના દ્રશ્યો સર્જાયા છે. દેશભરના આશરે 3 હજારથી વધુ યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના પણ અનેકો યાત્રિકો અટવાયા છે. રાજકોટના આશરે 180થી વધુ યાત્રાળુઓ ફસાયા છે. રાજકોટના યાત્રાળુઓ ગંગોત્રી જતાં સમયે રસ્તામાં ફસાતા તમામને ઉત્તરકાશીથી ગંગોત્રી જતાં રોડ પર નેતાલામાં સલામત ખસેડાયા છે.

ઉતરાખંડના વરસાદી કહેરમાં ફસાયેલા ગુજરાતીઓના કેવા છે હાલ ?

ઉતરાખંડના વરસાદી કહેરમાં ફસાયેલા ગુજરાતીઓના કેવા છે હાલ ?

ફસાયેલા યાત્રિકો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યકત કરી છે. રાજ્ય સરકારે તુરંત એક્શનમાં આવી તમામ મુસાફરોની સુરક્ષા અને સલામતી અંગે ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે. ગુજરાતના જે યાત્રિકો ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલીફોનીક વાતચીત કરી છે.

ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.