અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ કન્વેન્શન હોલમાં યોજાયો ગૌરવશાળી સમારોહ

ર૦૧૪ થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ગણતંત્ર દિવસ-સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા વિશિષ્ટ સેવા માટેના પોલીસ પદક મુખ્યમંત્રી પોલીસ કર્મીઓને એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે ૧૦ કલાકે ગુજરાત પોલીસ દળના ૧૬૮ પોલીસકર્મીઓ-અધિકારીઓને પોલીસ મેડલ્સથી અલંકૃત કર્યા હતા.

admin ajax 2

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા આ ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિના પોલીસ પદકથી સન્માનિત ૧૮ તેમજ પોલીસ સેવા પદકથી સન્માનિત ૧૫૦ અધિકારી-કર્મીઓને આ પોલીસ મેડલ્સ એનાયત થવાના છે.ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ તેમજ સ્વાતંત્ર્ય દિવસ અવસરે દેશના રાજ્યોના પોલીસ અધિકારીઓ-કર્મીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવાઓ-ફરજો માટે રાષ્ટ્રપતિના પોલીસપદક તેમજ પોલીસ પદક જાહેર કરવામાં આવે છે. તદ્દઅનુસાર, ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ ૯ ને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા છે.આ વર્ષો દરમ્યાના ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા છે. ગુજરાત પોલીસ દળના આવા વિશેષ પદક પ્રાપ્ત ૧૬૮ પોલીસ અધિકારી-કર્મીઓને ચંન્દ્રક-મેડલ્સ મુખ્યમંત્રીના વરદહસ્તે ગુરૂવારે એનાયત કરાયા હતા.

પોલીસ ચંન્દ્રક અલંકરણના આ સમારોહમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા તેમજ વરિષ્ઠ પોલીસ અફસરો, ચંન્દ્રક પ્રાપ્ત કરનાર પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.