ટેકવિન્ડો ગેઇન્સમાં ઝળકેલી બે વિઘાર્થીનીઓનું સન્માન કરતા ભુપેન્દ્રભાઇ પટેલ
લેઉવા પટેલ સમાજ સંચાલીત શ્રી હિરપરા ક્ધયા વિઘાલય કાલાવડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પધાર્યા હતા. ત્યાં મુખ્યમંત્રીનું ઢોલ-નગારા ના સુર સાથે કુમ કુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ક્ધયા વિઘાલય ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરી શૈક્ષણિક સંકુલની બે વિઘાર્થી બહેનો ‘અદિતી’ અને ‘પ્રિતીકા’ એશિયન આંતરરાષ્ટ્રીય ગેમ્સ ટેકવિન્ડોમાં વિયેટનામ સ્પર્ધામાં રમી આવેલ બન્ને બહેનોને મેડલ અર્પણ કરી મુખ્યમંત્રીના વરદ હસ્તે પહેરાવી સન્માનીત કરવામાં આવી હતી.
ત્યારબાદ સંસ્થા વતી ભુપેન્દ્રભાઇ પટેલનું સન્માન સરદાર પટેલ સ્ટેચ્યુ અર્પણ કરી શાલ અને મોમેન્ટો દ્વારા પુષ્પવર્ષા કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના આસ્ધસ્થાપક શિવલાલભાઇ વેકરીયા, સંસ્થાના પ્રમુખ ગોપાલભાઇ અકબરી, ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી, મંત્રી જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા તથા ટ્રસ્ટી નાથાભાઇ સોજીત્રા, બટુકભાઇ કપુરીયા, રમીણકભાઇ અકબરી, આંબાભાઇ તથા બહોળી સંખ્યામાં વિઘાર્થી-બહેનો સ્ટાયફ ઉ5સ્થિત રહયો હતો. ત્યારબાદ જામનગર જીલ્લાના તથા તાલુકા અને શહેર ભાજપના આગેવાન સાથે બેઠક કરી બાદ ટીફીન બેઠક યોજી વિવિધ વિકાસ અને દેશ ગુજરાતની પ્રગતિનો અહેવાલ પ્રજા સમસ્ત રજુ કરવા આહવાન કર્યુ હતું. તથા પ્રજાના પ્રશ્ર્નથી આગેવાનોને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, બ્રિજેશ મેરજા, સાંસદ પુનમબેન માંડમ, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જીલ્લા પ્રભારી જયંતિભાઇ કવાડીયા, ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જીલ્લા મહામંત્રી દીલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરીયા, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઇ વોરા, ડો. વિનુભાઇ ભંડેરી સહીત કાલાવડ શહેર તેમજ તાલુકા ભાજપના મહામંત્રીઓ, આગેવાન કાર્યકર્તાઓ ઉ5સ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રીએ સૌ આગેવાનો સામે ટીફીન બેઠક યોજી માર્ગદર્શન પુરુ પાડી મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થયા હતા.