રાણીમાં ‚ડીમાની ધાર્મિક જગ્યા ખાતે સમૂહલગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ભરવાડ સમાજના ૧૧૩ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં વસતા ભરવાડ સમાજને રાજય સરકારની તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનો કોલ આપ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના નાગરિકોની દૂધની જરૂરિયાત પુરી કરતા ગોપાલક સમાજની સરાહના કરતા જણાવ્યું હતુ કે આકરા તડકામાં કે ગમે તેવી કુદરતી આપત્તિમાં માલ-ઢોરનું રક્ષણ કરતો માલધારી સમાજ ધન્યવાદને પાત્ર છે.

IMG 3282અછતવાળા અને દુર્ગમ વિસ્તારોમાં માલધારી સમાજને તેમના પશુઓ માટે લીલું ધાાસ અને નીરણ સસ્તા ભાવે પૂરું પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઇએ ખાત્રી ઉચ્ચારી હતી અને ઉમેર્યુ હતું કે આ માટે રાજય સરકાર ગમે તેટલા દૂરી ધાસ લાવવું પડશે તો પણ લાવીને ઢોરની જરૂરિયાત અવશ્ય પુરી કરશે. ગુજરાતના દરેક તાલુકામાં ગીર અને કાંકરેજ ગાયની ઓલાદના જતન માટે પ્રત્યેક તાલુકામાં નંદીઘરની સપના કરવામાં આવશે, એમ પણ વિજયભાઇએ જાહેરાત કરી હતી. અને એવો આશાવાદ સેવ્યો હતો કે ગીર અને કાંકરેજ ગાયના વંશજોી સમગ્ર રાજયમાં દૂધ-ધીની નદીઓ વહેશે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં જ વિધાનસભામાં પસાર કરાયેલા પશુપાલન અધિનિયમ-ર૦૧૭ની વિગતો રજુ કરતાં જણાવ્યુ હતુ કે ગાય માતાના રક્ષણ માટે કડક કાયદો બનાવનાર ગુજરાત દેશનું પ્રમ રાજય છે. જયાં ગૌવંશની કતલ માટે આજીવન કેદ તા ગૌમાંસની હેરાફેરી માટે ૧૦ વર્ષની કેદની સજા નિયત કરાઇ છે.

IMG 3285આગામી જુન માસમાં આજી ડેમ તા લાલપરી તળાવ નર્મદાના પાણીી ભરવાની નેમ મુખ્યમંત્રી ‚પાણીએ વ્યકત કરી હતી અને રાજકોટવાસીઓને પાણીની અછતની જરા પણ ચિંતા ન કરવા હૈયાધારણા આપી હતી. રાજકોટ-મોરબી રોડ પર આવેલ રાણીમા-રૂડીમાની ધાર્મિક જગ્યા ખાતે ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ૧૧૩ નવપરિણીત યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ તમામ નવપરિણીત દંપતિને સીલાઇ મશીન તા અન્ય સરકારી લાભો સ્ળ પર જ આપવાની જાહેરાત કરી હતી. કોર્પોરેટ અનીલભાઇ રાઠોડના સ્વાગત પ્રવચન બાદ આમંત્રિતોના હસ્તે દિપ પ્રાગટયવિધિ સંપન્ન ઇ હતી. સમૂહલગ્ન સમિતી તા ભરવાડ સમાજના સભ્યો વતી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇનું ફુલોના વિશાળ હાર વડે વિશેષ બહુમાન કરવામાં આવ્યુ હતું.નવાગામની પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બદલ ગામના સરપંચશ્રી જગાભાઇ શિયાળે મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. ગુજરાત ગોપાલક સંઘના ઉપપ્રમુખશ્રી દિનેશભાઇ ટોળિયાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીની ગાયપ્રીતિની સરાહના કરી હતી. અને ભરવાડ સમાજ માટે તેમણે કરેલા સત્કાર્યની સંસ્મરણો વાગોળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.