અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી વેળાએ થઇ મહત્વપૂર્ણ જાહેરાત, બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસારનું કામ કરાશે: લાઇફ મિશનના સ્વામી રાજર્ષિ મુનીને પ્રધાનમંત્રી યોગ સન્માન પુરસ્કાર એનાયત
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય યોગ બોર્ડની રચવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ બોર્ડ દ્વારા યોગનાં પ્રચર પ્રસારનું કાર્ય કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
આજે વિશ્વયોગ દિવસ નીમીતે રાજયસરકારના આદેશને પગલે સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવી છે ઠેર ઠેર સમુહ યોગા યોજીને તંત્ર તેમજ સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે મુખ્યમંત્રીએ પણ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે આયોજીત સમુહ યોગાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં રાજયપાલ ઓ.પી. કોહલી તેમજ સ્થાનીક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા રાજય યોગબોર્ડની રચના કરવામાં આવશે. આ બોર્ડ યોગને જન જન સુધી પહોચાડશે યોગનો પુરતો પ્રચાર પ્રસાર કરી દરેક લોકો યોગ સાથે જોડાઇ તેવા પ્રયાસો બોર્ડ દ્વારા કરવામાં આવશે. આજે વિશ્વ યોગ દિવસ નીમીતે મુખ્યમંત્રીની આ મહત્વપૂર્ણ રાજય યોગ બોર્ડ બનાવવાની જાહેરાતને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.