કૃષિ અને બાગાયત ક્ષેત્રે ઈઝરાયલ-ભારત વચ્ચે મહત્વના કરારો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
દરિયાના ખારા પાણી મીઠા બનાવવા ઉપરાંત ઈઝરાયેલ ભારતને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સપવામાં મદદ કરશે
ઈઝરાયલના પ્રવાસે ગયેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાતના પ્રથમ દિવસે ઈઝરાયલના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતો લીધી હતી અને ઈઝરાયલની પાણી નીતિ ખૂબજ પ્રભાવિત યા હતા. ઈઝરાયલ મુલાકાત દરમિયાન તેઓએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકા માટે દરિયાના પાણી મીઠા બનાવવાના પ્રોજેકટમાં ઈઝરાયલની મદદ લેવામાં આવનાર હોવાનું પણ જાહેર કર્યું હતું. સાથે સાથે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે પણ ઈઝરાયલની મદદ લેવા મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઈઝરાયલની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાતના પ્રથમ દિવસે શાફદનમાં આવેલા ડેનરીઝીયોન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઈઝરાયલ સાથે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પધ્ધતિઓ ગુજરાતમાં વિકસાવવા સંદર્ભે મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૫૦ યુએસ ડોલરની કિંમત ધરાવતો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈઝરાયલ ૧૯૭૭ી ઉપયોગમાં લે છે અને ગંદા પાણીને શુદ્ધ કરી આ પાણીનો ફરી ઉપયોગ કરે છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ સમુદ્રના પાણી મીઠા બનાવવા માટે ઈઝરાયલની મદદ લેવાનું જાહેર કરી ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડિયા સહિતના વિસ્તારો માટે આ પ્લાન અમલમાં મુકી ગુજરાતની જળ સમસ્યાના ઉકેલ લાવવા માટે પણ ઈઝરાયલ સાથે મહત્વપૂર્ણ કરાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઓછા પાણી છતાં કૃષિ અને બાગાયત ક્ષેત્રે સમગ્ર વિશ્વને આશ્ચર્ય પમાડનાર ઈઝરાયલની ખાસ કૃષિ અને બાગાયત ટેકનોલોજી ગુજરાતમાં લાવવા માટે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈઝરાયલ સાથે હાથ મિલાવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.