વાલીમંડળ-કોર્પોરેટરની મુખ્યમંત્રીને પત્ર લખયો
શહેર-જીલ્લા વાલી મહામંડળના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા વોર્ડ નં.૩ ના કોર્પોરેટર અતુલ રાજાણીની યાદી મુજબ રેલનગર વિસ્તારમાં આવેલા જવાહર શિશુ વિહાર નામની ગ્રાન્ટેડ શાળાના ૧૦પ વિઘાર્થીઓનો પ્રવાસ ગોઝારો બનતા ધો.૧૦ ના બે બાળકો પ્રીત અને અજય પ્રવાસ દરમ્યાન દીવના નાગવા બીચના દરીયામાં ગરક થઇ જતાં ગરીબ વાલીઓના લાકડવાયા છીનવાઇ જતા ઉપરોકત આગેવાનોએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી બન્નેના પરીવારોને પાંચ પાંચ લાખ નું વળતર ચુકવવા તાકીદના પત્રથી માંગ ઉઠાવી છે અને સ્કુલસંચાલકો પણ બાળકોના વાલીઓની આર્થિક સહાય ચુકવે સ્કુલ સંચાલક અને પ્રીન્સીપાલ એક બીજા પર જવાબદારી ઢોળી દઇ જવાબદારી ખંખેરી છે.
સરકાર લઠ્ઠાકાંડમાં જાન ગુમાવનારા અને અકસ્માતમાં જાન ગુમાવનારાને આર્થિક વળતર ચુકવે છે. તો આ બનાવમાં સહાનુભુતિ દાખવી વળતર ચુકવે ભોગ બનનાર વાલીઓને સ્કુલ સંચાલકોએ જેમ બાળક દત્તક લે છે તેમ વાલીઓને દત્તક લેવા જોઇએ તેમ અંતમાં લાબડીયા, ઝાલા રાજાણીએ જણાવ્યું છે.