ગુજરાતની જીવાદોરીનર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું.
મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ડેમ ટોપ પર નિયંત્રણ કક્ષમાં દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.ડેમ ટોપની નિરીક્ષણ દીર્ઘા ખાતે વરસતા વરસાદમાં સરદાર સરોવરમાં લહેરાતા મા નર્મદાના જીવન દાયક અગાધ જળને શ્રીફળ,ચૂંદડી થી પુરોહિતોના પવિત્ર મંત્રોચ્ચારો વચ્ચે વધાવ્યા હતા.
જોકે અત્યારે 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ડેમના ઉપરવાસમાંથી 5.50 લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.