કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના રાજકીય નેતાઓ પર આવકવેરાએ દરોડા પાડતા કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને: સીઆરપીએફ તૈનાત કરાઇ

કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા ગુરુવારે રાજયના મોટામાંથીઓને રાજકીય નેતાઓના નિવાસસ્થાને શરુ થયેલા આવકવેરાઓના દરોડાઓના પગલે કોંગ્રેસ અને જનતા દળે મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામીએ આવક વેરા વિભાગ સામે કેન્દ્રની મોદી સરકારના ઇશારે રાજકીય બદલાની ભાવનાથી આ દરોડાઓ શરુ કરાયા હોવાના આક્ષેપો કર્યા છે.

મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામીએ કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરોને બેંગુલોર આર્થિક વેરા વિભાગની કચેરી ને ઘેરાવ કર્યો હતો જે દરમ્યાન કાર્યકરોને  સંબોધતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ રાજયમાં જુના મહેસુલ સહિતના વિસ્તારોમાં બન્ને પક્ષના નેતાઓના ઘર પર રાજકીય ઇશારે દરોડાઓ પાડી રહ્યું છે.

કુમાર સ્વામીએ જણાવ્યું હતું કે અમે આવકવેરા તપાસ અને દરોડાઓમાં વિરોધી નથી પરંતુ અમારો વિરોધ મૈસુર મંડી, હસન શિવરોગા અને કણકપુરામાં જ રીતે નિશ્ચિ રાજકીય નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેની સામે વિરોધ છે આવક વેરા વિભાગ છેલ્લા કેટલાક સમયથી કામ કરતી હોય તેની સામે વિરોધ હોય એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આવકવેરા  વિભાગે જણાવ્યું હતું કે કર્ણાટકમાં ચાલી રહેલી કર્ણાટકની તપાસમાં એક સાંસદ, ધારાસભ્ય કે મંત્રીઓને ત્યાં રેડ પાડવામાં આવી નથી. ગુરુવાર મોડી સાંજથી શરુ થયેલી આ રેડમાં હજુ સુધી આવી કોઇ મિલકતોની ઓળખ મળી નથી. સૂત્રોના જણાવ્યું હતું કે ર૦ જેટલી  જગ્યાએ અલગ અલગ ૮ દરોડામાં વધુ સિંચાઇ મંત્રી સી.એસ. ઉઘ્ધરાજુનાં મંડી અને મૈસુ‚ વિસ્તારના સંબંધીઓને ઝપેટમાં લેવામાં આવ્યા છે. આ દરોડાઓમાં જનતા દળ એસના બેંગ્લોરના વરિષ્ઠ નેતાઓ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડાના સંબંધીઓ હાસન અને કૃષ્ણપુરાના પીડબલ્યુડી ખાતાના અધિકારીઓ અને કણકપુરાના કોંગ્રેસના આગેવાનના ઘર પર આ રેડ ચાલી રહી છે. તેવો આક્ષેપ કુમાર સ્વાતિએ કર્યુ છે.

કોંગ્રેસના નેતા સીધાર મૈયાજી પરમેશ્વર, કે. શિવકુમાર, દિનેશ ગુંન્ડુરાવ, અને કેટલાંક સરકારી અધિકારીઓના નિવાસસ્થાને દરોડાઓ પાઠવામાં આવી રહ્યા છે. હસન વિસ્તારના પીડબલ્યુ ડીના ઇજનેરના ઘેર દરોડાઓ ચાલી રહ્યા છે. ઇન્કમટેકસ વિભાગ માની રહ્યું છે કે મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકતો મળવાની સંભાવના છે સામા પક્ષે એવો આક્ષેપ થયો છે કે અત્યારે કોઇ હરિશચંદ્રનો અવતાર નથી રેડ દરમિયાન સેટીંગનો ભ્રષ્ટાચાર આચારમાં આવ્યો છે. બેંગ્લોરમાં ઇન્કમટેકસની રેડની કામગીરી સામે મુખ્યમંત્રી કુમાર સ્વામીના વિરોધ પ્રદર્શનના પગલે ૩૦૦ સી.આર.પી.એફ. જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અને પરિસ્થિતિ ભારે પ્રવાહી બની ગઇ છે.

મુખ્યમંત્રી કુમાર સ્વામીએ ઠયુટર મેસેજ પર આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન ઇન્કમટેકસ વિભાગનો દુર ઉપયોગ કરી કોંગ્રેસના અને જનતા દળ એસના નેતાઓને રાજકીય બદલાની ભાવનાથી ચુંટણી ટાણે નિશાન બનાવવામાં આવ્યા છે. પરંતુ અમે આવી કાર્યવાહીની નમવાના નથી.કર્ણાટકમાં ઇન્કમટેકસ વિભાગની વ્યાપક રેડોમાં ગઠબંધન  સરકારના કોંગ્રેસ અને જનતાદળ-એસ ના નેતાઓ અને તેમના સંબંધી ઓને નિશાન બનાવવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામી અને નેતાઓ એ સંયુકત રીતે વિરોધ મોરચો ખોલ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.