મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાવડા ખાતે તા.૧૦/૧૧/૨૦૧૮ ના રોજ મુખ્યમંત્રીશ્રી સુપ્રસિધ્ધ મહાકાળી આશ્રમમાં આયોજીત સપ્તાહમાં આવવાના હોય, તેમના આયોજન સબંધે કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને એક મીટીંગ યોજવામાં આવી હતી.
આ મીટીંગમાં દરેક વિભાગના અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, પાણી મળી રહે, સ્વચ્છતા જળવાય રહે અને કાર્યક્રમનું આયોજન સરસ રીતે થાય તેવી સુચના કલેકટરશ્રીએ આપેલ હતી.
કલેકટરશ્રી આર.જે.માકડીયા અને મહાકાળી મંદિરના આયોજક તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રી સાથે સી.એમ.ઓ.ઓફીસમાંથી એક વિડિયો કોન્ફરન્સ મુખ્યમંત્રીશ્રીના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવે મહાકાળી આશ્રમ ખાતે યોજાનાર કાર્યક્રમના આયોજન સબંધિત માહિતી પુરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડાશ્રી કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, ડી.વાય.એસ.પીશ્રી બન્નો જોશી, અને જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.