રાજકોટ ન્યુઝ
નવનિર્મિત કોર્ટ સંકુલના ઉદઘાટન પ્રસંગે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચુડે ગુજરાતી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી . ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યુ હતું કે સંતો મહંતોની ભૂમિ પર આવવાનો મોકો મળ્યો તે મારું સદભાગ્ય છે . રંગીલા રાજકોટમાં આવવું એ પણ મારૂ સદભાગ્ય છે . રાજકોટના ગરબા, રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 દિવસના જન્માષ્ટમીના મેળા, પટોળા, બાંધણી ,સોના માટે પ્રખ્યાત છે .
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ગુજરાતીમાં સ્પીચ આપી રાજકોટના વખાણ અને તાસીર વિશે વાત કરી સૌના દિલ જીત્યા છે . ‘જયશ્રી કૃષ્ણ, કેમ છો?’ થી ચીફ જસ્ટિસે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી . ચીફ જસ્ટિસે ભૂતકાળમાં રાજકોટમાં હાઇકોર્ટ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો . કબા ગાંધીનો ડેલો, રેસકોર્સ જન્માષ્ટમીનો મેળો, સોના-ચાંદીના દાગીના, પટોળા-બાંધણી, ફાફડા-જલેબી માટે રાજકોટ પ્રખ્યાત છે . મને જાણવા મળ્યું કે રાજકોટ બપોરે 1 થી 4 વાગ્યાં સુધી સુઈ જાય છે અને રાત્રે મોડે સુધી રેસકોર્સની પાળીએ બેસીને મોજ કરે છે. જલારામ બાપા અને ઘેલાસોમનાથની રાજકોટ પર અસીમ કૃપા છે . મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવું મારાં માટે સન્માનજનક છે .