ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મંગળવારે કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ગોગોઈના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ગોગોઈ હાલ જજના વરિષ્ઠતા ક્રમની યાદીમાં સૌથી આગળ છે. માનવામાં આવે છે કે જસ્ટિસ ગોગઈને 3 ઓક્ટોબરે CJI પદની શપથ અપાવવામાં આવી શકે છે.
Chief Justice of India office has sent the letter to the Union of India (UOI) recommending Justice Ranjan Gogoi as the next Chief Justice of India: Sources pic.twitter.com/dtGzou2AKp
— ANI (@ANI) September 4, 2018
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર્ડ થઈ રહ્યાં છે. જો કે આ દિવસે ગાંધી જયંતિહોવાથી જાહેર રજા હશે ત્યારે 1 ઓક્ટોબરે જ સુપ્રીમ કોર્ટમાં તેમના કામકાજનો અંતિમ દિવસ હશે.