જયાં સુધી નવા એમડીની નિમણુક નહીં થાય ત્યાં સુધી જે.જે.ગાંધી સંભાળશે વીજતંત્રનું સુકાન
પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર તરીકે રાજકોટ કોર્પોરેટ ઓફિસમાં ચીફ ઈજનેર જે.જે.ગાંધીને ચાર્જ સોંપાયો છે. જયાં સુધી નવા એમ.ડી.ની સરકાર નિયુકત નહીં કરે ત્યાં સુધી જે.જે.સુથાર પીજીવીસીએલનું સુકાન સંભાળશે.
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર એચ.આર.સુથાર તા.૩૧ જાન્યુઆરીના રોજ નિવૃત થયા છે. તેઓએ દોઢ વર્ષ સુધી મેનેજીંગ ડિરેકટરનું પદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું. તેઓની નિવૃત બાદ ગઈકાલે મેનેજીંગ ડાયરેકટરનો ચાર્જ સમિતિને સોંપવાની અટકળો વહેતી થઈ હતી. ચીફ ઈજનેર સહિત ચાર સભ્યોની કમિટી વીજતંત્રની દેખરેખ રાખશે તેવી વાતો ફેલાઈ હતી પરંતુ ગઈકાલે મોડીરાત્રે રાજય સરકારના જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરનો ચાર્જ કોર્પોરેટ ઓફિસમાં ફરજ બજાવતા ચીફ ઈજનેર જે.જે.ગાંધીને આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેનેજીંગ ડાયરેકટર તરીકે સફળતા પૂર્વક દોઢ વર્ષ સુધી વીજતંત્રનું સુકાન સંભાળનાર એચ.આર.સુથાર પછીના સૌથી સિનીયર અધિકારી જે.જે.ગાંધી છે. જયાં સુધી નવા મેનેજીંગ ડાયરેકટરોની નિમણુક નહીં થાય ત્યાં સુધી જે.જે.ગાંધી વીજતંત્રનું સુકાન સંભાળશે.
ચીફ ઈજનેર જે.જે.ગાંધીને પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરનો ચાર્જ સોંપાતા વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી જે.જે.ગાંધીને અભિનંદનની સાથે શુભેચ્છાઓ મળી રહી છે.