મંત્રી નિર્મલા સિતારામનએ બજેટ સત્રના પહેલા દિવસે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સમીક્ષા 2020-2021 સાંસદોને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાઈ હતી. આ વખતે કોરોના સંકટને કારણે આર્થિક સમીક્ષા કાગળ પર પ્રકાશિત થઈ નથી, પેપરલેસ છે. આર્થિક સમીક્ષા બાદ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
કે.વી.સુબ્રમણ્યમે કહ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાએ આરોગ્યસંભાળને વધુ સારી બનાવી છે. હેલ્થકેર સંબંધિત ખર્ચના મહત્વને સમજવવા માટે થ્રી ઇડિયટ્સ ફિલ્મના એક દ્રશ્યનો દાખલો આપ્યો હતો. મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે ભારતની ક્રેડિટ રેટિંગ ભારતના અર્થતંત્રના મૂળભૂત સ્થિતિ દર્શાવતી નથી તેની પુષ્ટિ ઘણા સૂચકાંકો કરે છે.
મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે લોકડાઉન કર્યા વિના કોવિડ -19 અર્થવ્યવસ્થા પર ભારે અસર કરી હોત. પરંતુ લોકડાઉનને કારણે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આનાથી લોકોનું જીવન અને આજીવિકા બચાવવામાં મદદ મળી. ભારતે કોવિડ -19 નો વધુ પરિપક્વતા સાથે સામનો કર્યો હતો. લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની તકલીફ સહન કરી છે. V શેપમાં રિકવરીને અપેક્ષા છે. જીડીપી ફરીથી વેગ મેળવી શકે છે પરંતુ લોકોનું જીવન પાછું ફરી શકે નહીં. ભારતીય અર્થવ્યવસ્થાએ ભારતીય ક્રિકેટ ટીમ જેવી જ લચકતા બતાવી છે.